વહેલી સવારે કિડની હોસ્પિ.ના ઓપરેશન થિયેટરમાં આગ

0
12
Share
Share

આગને લીધે દર્દીઓના જીવ પડીકે બંધાયા

સિવિલની કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરના એસીમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ ઉપર અંતે કાબૂ મેળવી લેવાયો

અમદાવાદ, તા. ૨૯

અમદાવાદમાં એશિયાના સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સોમવારે સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોકે, આગની જાણ થતા સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થલે પહોંચી ગઈ હતી અને કલાકની અંદર જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે કોઈ જાનહાની  કે કોઈને ઈજા થઈ નથી. ઓપરેશન થિયેટરને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.  સોમવારની વહેલી સવારે સિવિલ કેમ્પસમાં આવેલી કિટની હોસ્પિટલના ઓપરેશન રૂમમાં અચાનક જ આગ લાગતા હાદર દર્દીઓ, સ્ટાફ અને અન્યો લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે આગ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા પાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને થોડી વારમાં જ આગ પર કાબૂ મેળવી લેતા લોકોને રાહત અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પસમાં જ તાજેતરમાં કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલું હોઈ એક સમયે તો લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આગ સંકુલના ચોથા માળે લાગી હોઈ લોકોમાં વધુ ચિંતા પ્રસરી ગઈ હતી પણ ફાયરની ત્રણ ગાડીઓના જવાનોએ કુનેગ પૂર્વક આગ પર કાબૂ મેળવી લીધી હતી. મળતી માહિતી મુજબ આગથી કોઈ જાનહાની કે કોઈને ઈજા થઈ નથી. ઓપરેશન થિયેટરના સાધનો અને સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગના ધૂમાળા આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળતો લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here