ગીરગઢડા : સોનપરાની યુવતિને પ્રેમસંબંધમાં પાંચ માસ પૂર્વે ભગાડી જતો પરિણીત શખ્સ

0
21
Share
Share

પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ પ્રેમી સાથે બોડીદર રહેતી યુવતિ ગુમ : પરિવારની અઘટીત બન્યાની આશંકા

કોડીનાર, તા.૧૩

કોડીનાર તા.૧૩ ગીરગઢડા તાલુકાના સોનપરા ગામની ૧૯ વર્ષીય યુવતિને બાજુમાંજ આવેલ બોડીદર ગામનો પરણીત યુવાન ઓગષ્ટ ૨૦ માં ભગાડી ગયો હતો પણ છેલ્લા કેટલાક દિવસથી ભગાડી જનાર યુવાન બોડીદર આવ્યો છે પણ તેની સાથે સોનપરા ગામની ભગાડી જવાયેલ યુવતિ ન હોય આ યુવતિ સાથે અઘટીત ઘટના બની હોવાની શંકા સાથે આ યુવતિની માતાજેવયાબેન ભાણાભાઈ વાજાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

આ બનાવની વિગત એમ છે કે સોનપરાની યુવતિ કોળી ભાણાભાઈ વાજા છેલ્લા બે વર્ષથી વિશ્વાઘાતનો ભોગ બન્યા છે જેથી મજુરી પર નભતા આ પરિવારની જવાબદારી પત્નિ જેવયાબેન ભાણાભાઈ વાંજા ઉપર આવી પડી આવી સંકટ ભરી સ્થિતિમાં બાજુમાં જ આવેલ ગીરગઢડા તાલુકાના બોડીદર ગામનો રાહુલ સુરસિંહ સોલંકી સંકટમાં મુકાયેલ આ પરીવારને મદદરૂપ થવાના બહાને ભાણાભાઈ વાજાના ઘેર સોનપરા ગામે આવતો રાહુલ પરણીત હતો. આ દરમયાન આ પરીવારની પુત્રી કાજલને લલચાવી-ફોસલાવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને ગત તા.૨૦ ઓગષ્ટના રોજ રાહુલ-કાજલને સોનપરા ગામેથી ભગાડી ગયો હતો.

આ બાબતે આ યુવતિના ભાઈ દીવ્યેશ ભાણાભાઈ વાંજાએ તા.૨૨/૮ ના રોજ ગીરગઢડા પોલીસમાં અરજી આપી હતી. આ અરજીના અનુસંધાને આ યુવતિને ગીરગઢડા પોલીસમાં બોલાવી પુછપરછ કરતા કાજલે પોલીસની રૂબરૂમાં જણાવેલ હાલ તે પાંચ માસની ગર્ભવતી હોય રાહુલના સંતાનની મા બનવાની હોવાથી હુ રાહુલ સાથે નાશી ગઈ હતી બાદ આ મામલો ઠંડો પડી ગયો હતો અને કાજલ-રાહુલ સાથે તેના ઘેર બોડીદર ગામ રહેતી હતી.

આ દરમ્યાન તેમના પરીવારને જાણકારી મળી છે કે રાહુલે-કાજલનો ગર્ભપાત કરાવી નાખેલ છે એટલુ જ નહી કાજલ રાહુલ સાથે પણ નથી આ હકીકતની જાણકારી મળતા આ પરીવાર પોતાની પુત્રીના ભવિષ્યથી ભારે ચિંતામાં મુકાયા છે. કાજલ-રાહુલ સાથે નથી તો હાલ કયાં છે ? તેવા પ્રશ્ન સાથે ભારે ચિંતા કરાવે તેવા ગુઢ પ્રશ્નો પણ પેદા થયા છે. શુ કાજલને બીજાને વેંચી દીધી છે ? શુ કાજલની હત્યા કરવામાં આવી છે ? વિગેરે પ્રશ્નો સાથે કાજલની માતા જેવાયબેન ભાણાભાઈ વાંજાએ ગીર સોમનાથ એસ.પી.થી માંડી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને રજુઆત કરી આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ યોજવા માંગ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here