વળતર મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય

0
13
Share
Share

વળતર ચૂકવતી વખતે અકસ્માતમાં મરનાર વ્યક્તિ ભવિષ્યમાં કેટલું કમાશે તે પણ ધ્યાને લેવું જરૂરી

ન્યુ દિલ્હી,તા.૨૯

અકસ્માત વળતરના કેસોમાં સુપ્રિમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો હતો કે મોટર એકસીડેન્ટ કેસમાં પીડીતની હાલની આવકમાં ભવિષ્યની સંભવિત આવકને જોડીને જ વળતર નકકી કરવામાં આવે. કોર્ટે મૃતકના પરિવારની અરજી પર રકમ વધારી દીધી અને જણાવ્યુ હતુ કે ઈન્સ્યોરન્સ કંપની વધારેલી રકમ ૧૭ લાખ ૫૦ હજાર અને તેના પર ૭.૫ ટકા વ્યાજ પણ આપવામાં આવે.

અદાલતે જણાવ્યુ હતુ કે વિશેષાધિકારનો પ્રયોગ કરતા વળતર વધારવુ જરૂરી છે ત્યારે જ સંપૂર્ણ ન્યાય થશે. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતુ કે ઉતરાખંડ હાઈકોર્ટે મૃતકના આખરી આઈટી રીટર્ન પર વિચાર ન કરીને ભૂલ કરી હતી.તે રીટર્ન મૃતકના મરતા પહેલા અપાયુ હતુ. તેમા આવક એક લાખ વાર્ષિક હતી. હાઈકોર્ટે તેના અગાઉના ત્રણ રીટર્નની સરેરાશ ૫૨,૬૩૫ રૂપિયા વાર્ષિક આવક માની હતી જે ભૂલ હતી.

સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતુ કે બંધારણીય બેન્ચના જજમેન્ટના આધારે હાલની આવકમાં ભવિષ્યની સંભવિત આવક પણ જોડવી જોઈએ. હાલની આવક એક લાખમાં અમે ૪૦ ટકા ભવિષ્યની આવક પણ જોડી રહ્યા છીએ અને તેના આધારે વળતર નકકી કરી રહ્યા છીએ. આ કેસ ઉતરાખંડનો છે. ૨૦૦૭માં હરીશ આર્યાને ટાટા સુમોએ ટકકર મારતા ૨૦૦૭મા તેનુ મોત થયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here