વલસાડ પોલીટેકનિક કોલેજ પાસે રાત્રે દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં

0
33
Share
Share

વલસાડ,તા.૨૩

વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં આવેલી પોલીટેકનીક કોલેજ પાસે ગત રાત્રે દીપડો દેખાયો હતો. જેની જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે એક યુવક કોલેજ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન યુવકે દીપડાને જોયો હતો.

યુવકે તાત્કાલિક ગામલોકોને દીપડા દેખાયાની વાત કરી હતી, જેથી દીપડાને ઝડપી પાડવા માટે વનવિભાગે પાંજરું મૂકી તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here