વલસાડ પાલિકા ચીફ ઓફિસર કોરોના સંક્રમિત થતા કચેરી સેનિટાઈઝ કરાઈ

0
16
Share
Share

વલસાડ,તા.૩૦

પાલિકાના ફાયર ઇન્ચાર્જને બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેમના સંપર્કમાં આવતા પાલિકાના ૫ કર્મીઓ અને ચીફ ઓફિસર જગત વસાવા પોતાના નિવાસસ્થાને નવસારી ખાતે હોમ કવોરોન્ટાઈન થઈ ગયા હતા.આજે તમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ પાલિકામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.વલસાડ પાલિકા સીઓ કોરોના પોઝિટિવ આવતા પાલિકા કચેરી સેનેટાઇઝ કરાઈપાલિકાના ચીફ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ વલસાડ પાલિકાના તમામ સ્ટાફને બહાર કાઢી પાલિકા સી ઓ ચેમ્બર સહિત પાલિકાના તમામ વિભાગોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક ૬૧૦ પર પહોચ્યો છે. હાલમાં ૧૯૩ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ૩૫૪ દર્દી સાજા થઈ જતા રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં ૮૧૯૪ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાં ૬૧૦ પોઝિટિવ જ્યારે ૭૫૮૪ નેગેટિવ આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here