વલસાડ: પારડી નજીક પાર નદીમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું

0
13
Share
Share

વલસાડ,તા.૨૪

વલસાડના પારડી નજીક પસાર થતી પાર નદીમાં પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી છે. આજે આ બંન્ને પ્રેમી પંખીડાઓએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરી લીધું હતું. આપઘાત કરનાર યુવકનું નામ ચંદ્રકાન્ત કુમાર રામ અને યુવતીનું નામ તુલિકા મહોન્તિ હોવાનું સામે આવ્યું છે. વલસાડના પારડી નજીક પાર નદી પસાર થાય છે. અહીં આજે બપોરના સમયે એક પ્રેમી પંખીડાઓએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

આપઘાત કરનાર યુવક-યુવતી વાપીના ગેલવા ડેકોર નામની કંપનીમાં સાથે કામ કરતા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ચન્દ્રપુરના તરવૈયાઓની મદદથી નદીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટર માટે મોકલી આપ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here