વલસાડમાં હોલના ઉદ્દઘાટનઃ કોરોના ભુલાતા ભાજપના પ્રદેશ પ્રમુખ મંચ પર જ ન આવ્યા

0
18
Share
Share

ઉમરગામ,તા.૨૭
આદિજાતિ વિકાસ રમણ પાટકરની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે ઉમરગામ પાલિકામાં કુલ રૂ.૮૦૫.૮૪ લાખના ખર્ચને રસ્તા -પાણી અને ગટરના કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કર્યુ હતું.જોકે, લોકાર્પણ બાદ મંચના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ હાજર રહ્યા ન હતાં. અક્રામારૂતિ સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યું રૂ.૧૪ લાખ,વારોલી નદી ઇન્ટેકવેલથી અક્રામારૂતિ થઇ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણીની પાઇપલાઇન નાંખવાનું કામ રૂ.૯૫.૭૦ લાખ, વોર્ડ નં.૪માં દરિયા કિનારે વોટર એટીએમ લગાવવાનું કામ રૂ.૨.૯૫ લાખ, સ્મશાન ભૂમિનો જીર્ણોધ્ધાર રૂ.૮.૩૪ લાખ જ્યારે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં નગરપાલિકા ભવનનું ભૂમિ પૂજન રૂ.૯૪.૭૯ લાખ, કપિલેશ્વર તળાવથી ગોપાળ બાગ થઇ દહેરી રોડ સુધી બોક્ષ ડ્રેઇન તથા ડામર રોડ બનાવવાનું કામ રૂ.૧૫૧.૨૬ લાખ,હરીધામ સોસાયટીના પાછળના ભાગથી ક્લબ સુધી બોક્ષ ડ્રેઇન બનાવવાનું કામ રૂ.૨૩૨.૨૬ લાખ તેમજ યશોધામથી ગુલશન નગર સુધી ડામર રોડ,ડિવાઇડર તથા પ્રીકાસ્ટ ડ્રેઇન બનાવવાનું કામ રૂ.૨૦૬.૦૯ લાખનો સમાવેશ થાય છે.
સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે, વિવિધ વિસ્તારોમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમા થકી આવનારી પેઢીને પ્રેરણા મળે છે. આ પ્રસંગે ઉમરગામ પાલિકા પ્રમુખ રામશબદ સિંહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પાલિકા વિસ્તારમાં થઈ રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં સાંસદ ડૉ. કે.સી.પાટેલ,ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, અરવિંદ પટેલ, ચીફ ઓફિસર વિપુલ પરમાર, ઉપપ્રમુખ જાગૃતિબેન, જિલ્લા ભાજપ હેમંત કંસારા, ઉમરગામ તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, પ્રકાશ પટેલ, રામદાસ વરઠા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ,મહેશ ભટ્ટ,સમિતિ ચેરમેન, પાલિકા સભ્યો હાજર રહ્યા હતા. સોળસુંબામાં હોલના ઉદ્દઘાટન બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતાં. જાહેર કાર્યક્રમમાં લોકોની ભીડ વધતા કોરોના ગાઇડલાઇન નિયમનું પાલન ન થતાં વિવેક બુદ્ધિ વાપરી તેઓ નિકળી ગયા હતાં.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here