વલસાડ,તા.૨
વલસાડના અબ્રામા રાજન નગરમાં રહેતા વૃદ્ધ દંપતી તેમની મોપેડ પર સંબંધીના ઘરે ખરખરો કરવા જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રૂરલ પોલીસ અને ૧૦૮ની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ અંગે રૂરલ પોલીસે લાસનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, વલસાડ શહેરના અબ્રામા રાજન નગર ખાતે રહેતા ઈશ્વરભાઈ લાડ અને તેમના પત્ની નીર્મળાબેન ઇશ્વભાઈ લાડ તેમની મેપેડ ન.જીજે-૧૫-એએલ-૬૯૫૭ લઈને મંગળવારે સવારે ડુંગરી ખાતે રહેતા સંબંધીના ઘરે ખરખરો કરવા જઈ રહ્યા હતા. જે દરમિયાન ધમડાચી પીરુ ફળીયા નેશનલ હાઇવે ૪૮ ઉપર મુંબઈ અમદાવાદ ટ્રેક ઉપર પાછળથી આવતી ટ્રક ન. આજે-૧૪-જીજે-૦૮૧૭ના ચાલકે ઈશ્વરભાઈની મોપેડને ટક્કર મારી અડફેટે લીધા હતા. જેમાં નિર્મળાબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.