વલસાડમાં નશાના વેપલાનો પર્દાફાશઃ બાઇક ચાલક પાસેથી મળી આવ્યું ૧.૪૦ લાખનું એમડી ડ્રગ્સ

0
25
Share
Share

વલસાડ,તા.૧૫
માયાનગરી મુંબઈ ની ફિલ્મી દુનિયા માં જ્યારથી એમ ડી ડ્રગ ના નશાના સમાચાર મળી રહયા છે ત્યારથી રાજ્યમાં પણ હવે આ ડ્રગ્સ મળી આવવાની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યનાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લામાં એક જ અઠવાડિયામાં બે વાર એમ.ડી ડ્રગ્સ મળી આવાની ઘટના રાજ્યમાં યુવા ધનને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તરફ ધકેલવાની શરૂઆત થઇ હોય તેવી ખતરાની ઘંટી આવી છે. વલસાડના ડુંગરી પોલીસે નેશનલ હાઇવે પર એક બાઈક ચાલાક પાસે થી ૧.૪૦ લાખ નું ડ્રગ ઝડપી પાડ્યું છેત્યારે કોણ છે આ યુવાન અને ક્યાંથી લાવ્યો હતો આ નશાનો કારોબાર. પહેલાં વાપી પાસે આવેલ હાઇવેની એક હોટલ પાસે થી ૪ યુવાનો પાસે થી ૨૭લાખ નું ૨૭૪ ગ્રામ ડ્રગ્સ ઝડપાયું અને હવે ડુંગરી ના વાઘલધરા ગામ પાસે હાઇવે પરથી ફરી એક વાર એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.
જોકે આ વખતે ડુંગરી પોલીસે એક બાઇકચાલક પાસે થી ૧.૪૦ લાખ નું ૧૪.૧૭ ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. છેલ્લા ઘાણ સમયથી દેશમાં ડ્રગ્સના સેવનને લઈને રોજે રોજે હેડ લાઈન્સ બની રહી છે. મુંબઈ ફિલ્મ સીટી ડ્રગ્સના અજગરી ભરડામાં ફસાઈ ચુક્યું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડમાં પણ ડ્રગ્સના દુષણ એ પગ પેસારો કર્યો છે. વલસાડમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ૪૮ ઉપર વાઘલધરા ગામ પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમિયાન મહારાષ્ટ્ર પાર્સીંગ વાળું એક બાઈક આવતા પોલીસે તેને રોક્યું હતું.
જોકે બાઈક રોક્તાની સાથેજ પાછળ બેસેલો ઇસમ ઉતરીને નાસી છૂટ્યો હતો.જેથી પોલીસે તાત્કાલિક ચાલકને દબોચી તેની ઝડતી લેતા તેની પાસેથી ૧૪.૧૭ ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.ડ્રગ્સ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક આલા અધિકારીઓને જાણ કરી બાઈક ચાલકની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા બાઈક ચાલકનું નામ અરબાઝ શેખ હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ મુંબઈનો રહીશ છે.જોકે છેલ્લા ઘણા વર્ષોથી તે વડોદરાના અકોટા વિસ્તારમાં રહે છે.તો તેના ફરાર સાથીનું નામ અમાન હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આરોપીના કેહવા પ્રમાણે અમાનત ને ડ્રગ્સ જોઈતું હોવાથી તેને એ મુંબઈ લઇ ગયો હતો અને ત્યાં તેણે ઓળખાણ કરાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here