વલસાડમાં ડિવોર્સના મુદ્દે યુવતી પર જીવલેણ હુમલો, યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

0
20
Share
Share

વલસાડ,તા.૮

શહેરના છોટુભાઈ પાર્કમાં રહેતી ખુશ્બુ પટેલ અને ધરમપુર ખારવેલ ખાતે રહેતો પ્રતીક પટેલ બંને એક ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હતા. બંને દ્વારા રજીસ્ટર મેરેજ કરવામાં આવ્યા હતા. જે બાદ પણ બંને સાથે રહેતા નહોતા. જેને કારણે યુવતી દ્વારા યુવક પાસે ડિવોર્સની માંગ કરવામાં આવી હતી.

જેને લઈને પ્રતીક ખુશ્બુના ઘરે વાતચીતના ઇરાદે આવ્યો હતો. વલસાડમાં ડિવોર્સના મુદ્દે યુવતી પર જીવલેણ હુમલો કર્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યોપરંતુ ૩ કલાક સુધી વાત કર્યા બાદ પણ યુવક બહાર ના આવતા યુવતીના ભાઈ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જે બાદ યુવકે માત્ર ૨ મિનિટ વાત કરવાની કહી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી છરા જેવા હથિયારથી યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો.

જેને લઈને યુવતીના ભાઈ દ્વારા બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે બાદ યુવતીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પણ ટોયલેટ ક્લીનર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here