વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલ સામે લાગ્યા ટોસિલિઝુમેબ ઈન્જેક્શ કૌભાંડના આક્ષેપો

0
32
Share
Share

વલસાડ,તા.૫

વલસાડની જાણીતી ડોક્ટર હાઉસ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે . ડોકટર હાઉસ હોસ્પિટલમાં ૩૧ તારીખે દાખલ કરેલ એક દર્દીનું કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનો એ ધમાલ મચાવી હતી. પરિવારજનોના એ દર્દીના મોત બાદ હોસ્પિટલ અને તબીબો પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જો મૃતકના પરિવારજનો નું સાચું માનીએ તો તેમનાં સ્વજનને ૩૧ તારીખે ડોક્ટર હાઉસ હોસ્પિટલ માં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા . અને સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા દર્દીના સ્વજનો પાસેથી ૮૦૦૦ ના ૬ ઇન્જેક્શનો મંગાવવામાં આવ્યા હતા.

આટલા મોંઘા ઇન્જેક્શનો પણ પરિવારજનોએ લાવી હોસ્પિટલમાં આપ્યા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા દર્દીને માત્ર ૩ જ ઇન્જેક્શનો આપ્યા હતા જ્યારે બાકીના ઇન્જેક્શનો ગાયબ હોવાના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે. સૌથી વધુ ગંભીર બાબતે છે કે દર્દીની હાલત વધારે ગંભીર થાય બાદ હોસ્પિટલ દ્વારા દર્દીના સ્વજનો પાસેથી ૪૦ હજાર વાળું ઈન્જેક્શન મંગાવવા માં આવ્યું હતું. આથી દર્દીના સ્વજનોએ સુરત સુધી  દોડ લગાવી અને ૪૦ હજાર ખર્ચી ઇન્જેક્શન લાવી અને હોસ્પિટલમાં આપ્યું હતું. પરંતુ આ ૪૦,૦૦૦ વાળુ ઇન્જેક્શન પણ  હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવ્યું ન હોવાના પરિવારજનો સનસનીખેજ આક્ષેપ કરી રહ્યા છે.

આજે એક અઠવાડિયાની સારવાર માં હજારો રૂપિયા ખર્ચ્યા બાદ પણ પોતાના સ્વજનનું હોસ્પિટલમાં જ મોત થતાં પરિવારજનો ચોંકી ગયા હતા. અને ૮૦૦૦ ના ૬ ઇન્જેક્શન લાવી અને આપ્યા અને ત્યારબાદ કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતું ૪૦,૦૦૦ વાળુ ઇન્જેક્શન પણ લાવી અને હોસ્પિટલમાં આપ્યું હતું. પરંતુ હોસ્પિટલ દ્વારા તેમનાં સ્વજનને ઈન્જેક્શન આપવામાં ન આવ્યુ  હોવાથી અને હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીને કારણે તેમના સ્વજનો મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here