વર્ષ ૧૯૭૫ બાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-૨૦૨૦ સમયાનુકુલ અદ્યતન સુધારા

0
14
Share
Share

ઇ બુક સ્વરૂપે  અંગ્રેજી સાથે ગુજરાતીમાં પણ આ મેન્યુઅલ પોલીસ દળના કર્મયોગીઓને માટે ખુબ જ ઉપયોગી થશે

અમદાવાદ,તા.૩૦

૧૯૭૫ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયાબાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-૨૦૨૦ લગભગ સાડાચાર દાયકા-૪૫ વર્ષના ગાળા પછી તૈયાર કરવામાં આવેલું છે.વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત, આંધપ્રદેશ પછી બીજા નંબરનું રાજ્ય છે.પોલીસિંગ માટેના અધિનિયમ, કાર્યરિતી, નિયમો અને તકનિકીમાં સમયાંતરે આવેલા બહોળા પરિવર્તનને પરિણામે ૧૯૭૫માં તૈયાર થયેલું આ મેન્યુઅલ સમકાલિન વ્યાવસાયિક સંદર્ભમાં જૂનવાણી, પુરાણું અને અસંગત હતું. પોલીસ મેન્યુઅલ માટેના જૂના નિયમોની સમીક્ષા અને સુધારણા કરી ગુજરાત પોલીસ માટે સચોટ, સર્વગાહી, સુવ્યવસ્થિત અને સમગ્રતાલક્ષી પોલીસ મેન્યુઅલ નવું તૈયાર કરવાના ભાગ રૂપે ગુજરાત પોલીસ મેન્યુઅલ-૨૦૨૦ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફ્ટને ઇ-બુકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી આ ઇ-બુક પોકેટ-કો એપ્લિકેશન અને ગુજરાત પોલીસની વેબસાઇટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે.ગુજરાત પોલીસના તમામ સંવર્ગના અધિકારીઓ સરળતાથી સમજી અને ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત પોલીસ મેન્યુઅલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં સમયાંતરે સમયાનુકુળ જરૂરી સુધારાને પણ અવકાશ રહેશે.  ગુજરાત પોલીસ મેન્યુઅલ – ૨૦૨૦ ડ્રાફ્ટને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ત્રણ ભાગમાં સીઆરપીસી,આઇપીસી પુરાવા અધિનિયમ,પોક્સો એક્ટ.૨૦૧૨, એસ.સી-એસ.ટી.સુધારા અધિનિયમ-૨૦૧૫, જુવેનાઇન જસ્ટિસ (સીપીસ) એક્ટ ૨૦૧૫, અનલોકૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) સુધારા અધિનિયમ એક્ટ-૨૦૧૪, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ-૨૦૦૮નો સામાવેશ થયો છે.તદઉપરાંત આ ત્રણ ભાગમાં નવી ટેક્નિક જેમ કે સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો, સોશિયલ મીડિયા મોનિટરિંગ ટૂલ્સ તેમજ અમલમાં આવેલ અન્ય સુધારાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.એટલું જ નહીં,  નવા આર્થિક ગુનાઓ મલ્ટિ લેવલ માર્કેટિંગ, એફઆઇસીએન કેસ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, સાયબર ક્રાઇમ્સ અને ટ્રાન્સનેશનલ આતંકવાદ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તોને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ ગુજરાત પોલીસ મેન્યુઅલના ત્રણ ભાગમાં કરવામાં આવ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here