વરુણ અને નતાશા આ જ મહિનામાં લગ્ન કરશે તેવી સંભાવનાઃ તૈયારીઓ શરૂ

0
17
Share
Share

મુંબઈ,તા.૧૩

એક્ટર વરુણ ધવન છેલ્લા કેટલાક મહિનાથી લગ્નની ખબરને લઇ ચર્ચામાં છે. ત્યાં જ ડિઝાઈનર નતાશા દલાલને છેલ્લા કેટલા સમયથી ડેટ કરી રહ્યા છે. ખબર હતી કે બંને આ જ વર્ષે લગ્ન કરી શકે છે. તાજા રિપોર્ટની માનીએ તો, વરુણ ધવન અને એમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આજ મહિનામાં લગ્ન કરી શકે છે, વરુણ ધવને અલીબાગના એક હોટેલમાં ૨૦૦ લોકોની બુકીંગ કરાવી છે.

રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ના કારણે આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના લોકો જ સામેલ છે. આ એક પંજાબી લગ્ન હશે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે બીચ સાઈટના લોકેશનને ફાઇનલ કરવામાં આવી છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, વરુણ ધવને હાલમાં જ ફાઈવ સ્ટાર હોટેલની વિઝિટ કરી હતી.

હાલમાં જ વરુણ ધવને લગ્ન અંગે મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જો વર્ષ ૨૦૨૧માં બધું સારું રહ્યું તો તેઓ નતાશા સાથે લગ્ન કરી શકે છે. એક વાતચીતમાં વરુણ ધવને કહ્યું હતું કે, ‘છેલ્લા બે વર્ષમાં બધા મારા લગ્નને લઇ વાત કરી રહ્યા છે, પરંતુ હજુ કઈ ફિક્સ નથી, આ સમયે દુનિયાભરમા ઘણી અનિશ્ચિતતા છે પરંતુ જો બધું સારું થાય છે તો લગભગ આ વર્ષે એની પ્લાનિંગ કરી શકું છું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here