વરસાદી માહોલ અને દરિયાનો મિજાજ જોતા ગુજરાતના ૭ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું

0
45
Share
Share

અમદાવાદ તા.૯

ગુજરાતભરમાં શનિવારે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં દિવસે, તો કેટલાક જિલ્લાઓમા રાત્રે વરસાદનું આગમન થયું હતું. પરંતુ વાતાવરણમાં ઠંકક પ્રસરતા લોકો આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ  પડ્યો છે. ૨૪ કલાકમાં ૨૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના વાલોદમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો આણંદ જિલ્લાના આણંદ શહેરમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડાના કપડવંજમાં ૪.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડાના મહેમદાબાદ અને મહુધા તાલુકામાં ૪ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના પાંચ તાલુકામાં ૪ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૯ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૩૨ તાલુકામાં ૨ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. તો રાજ્યના ૭૦ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચથી વધારે વરસાદ રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં ૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં સવાર ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો સાબરકાંઠાના વિજયનગરમાં પણ ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. તાપીના વ્યારા અને સુરતના કામરેજમાં ૦.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. હાલ વરસાદી માહોલ અને દરિયાના મિજાજને જોતા ગુજરાતના ૭ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જેમાં પોરબંદર, ધોધા, દહેજ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. દહેજ બંદરે ૩ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું છે. દરિયામાં દુરવર્તી વાવાઝોડાની શક્યતા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ૩ નંબરના સિગ્નલથી હાલ મોટાભાગની બોટ દરિયો ખેડવા ગઈ નથી. જેથી મોટાભાગની બોટ કિનારે લાંગરી દેવામાં આવી છે. પોરબંદરના દરિયામાં આજે પવન અને કરંટ જોવા મળ્યો છે. દરિયો રફ થતા માછીમારી માટે ગયેલી બોટો પણ પરત ફરી ગઈ છે. દરિયામાં ખરાબ હવામાનના કારણે બોટો પરત આવી છે. એટલું જ નહિ, ભારે કરંટ અને મોજાના કારણે બોટોને પરત બંદરમા ફરતી વેળાએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલે જ પોરબંદર બંદર પર જીએમબી દ્વારા ત્રણ નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમ છતાં આજે માછીમારી કરતા બોટ દરિયામાં ગઈ હતી. ભારે વરસાદ બાદ અરવલ્લીમાં શામળાજી પાસે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે વાઘપુરથી સરકીલીમડી વચ્ચે અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયું છે. જોકે, સામાન્ય વરસાદમાં પણ રેલવે અંડરપાસમાં પાણી ભરવાની સ્થિતિ યથાવત છે. ત્યારે લોકોને તેની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here