વરવાળા ગામે સ્કુલ દ્વારા ફી નાં ઉઘરાણા થતા આંદોલનની ચીમકી

0
16
Share
Share

મીઠાપુર, તા.૨૩

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળનાં વરવાળા ગામે સ્કુલ દ્વારા ફી અંગે ઉઘરાણા થતા આંદોલનની ચમકી આપવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વરવાળા ગામે છેલ્લા ઘણા સમયથી સેન્ટાન્સ સ્કુલ કાર્યરત છે. અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આ સ્કુલના આચાર્યને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે જેમાં જણાવાયુ છે કે વર્તમાન દિવસોમાં આ સ્કુલમાં ઓનલાઈન શિક્ષણનાં રૂપકડા નામે માત્ર પીડીએફ અને પીપીટી ફાઈલ મોકલવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ સમજી શકતા નથી ફરીયાદી એવી છે કે એલકેજી અને યુકેજી ફી ૧૪૫૦૦ પડાવવામાં આવે છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ નથી. આ મામલે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરીષદને જાણ કરી હતી. જેથી અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરીષદે આ સ્કુલના આચાર્યને આવેદન પાઠવી ફી ના મામલે યોગ્ય કરવા ૭ દિવસની મહેતલ આપી છે. અન્યથા ગાંધી ચીંઘ્યા રાહે આંદોલન થશે તેવી ચીમકી પણ આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here