વરતેજ સામુહિક આપઘાત કેસમાં યુવાનનો વીડિયો આવ્યો સામે

0
25
Share
Share

ભાવનગર,તા.૨૧
ભાવનગર પાસેના વરતેજ તાબેના નવાગામ ખાતે રહેતા શ્રમજીવીની પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને કારણે રિસાઈ ગઈ હોય, એનાથી કંટાળી યુવકે તેનાં બન્ને બાળકોને ગળેટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ત્યારે આપઘાત પહેલા યુવના બનાવેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહે છે કે મોટાભાઇ જીતુભાઇ તમારા દીકરાનો વાંક નથી. મારી પત્નીને આયરના છોકરા સાથે સંબંધ હતો. જીંદગીમાં મારે કરવું હતુ તે કરી નાખ્યું છે. ગગલાને અને મારી વહુને ભલે ગમે તેવા સંબંધ હોય તો હવે તેને તેનું ઘર માંડવું હોય કે તેના ઘરમા઼ બેસવું હોય તો ભલે બેસે.ભલે તેના ઘરમાં રહે.
હુ઼ અને મારા છોકરા રાજી ખુશીથી મરી જઇએ છીએ. મારે છોકરાને પણ જીવવા દેવા નથી. મારી પીઠ પાછળ ઘા કર્યો છે. આ સાથે જ વીડિયોમાં કહે છે કે, આ દુઃખના કારણે મરૂ છુ.અને મારા છોકરાને પણ મારૂ છુ. જેણે મારી વહુને સપોટ કર્યો છે. તેને હુ બદ દુવા આપુ છુ. તે દુઃખી થશે. મારો આત્મા બળી ગયો જેની સાથે રહ્યો તેણે મને દગો દીધો છે. મે જે વસ્તુ જાણી છે. જોઇ છે. તે બહુ ખરાબ છે. કોઇને દોષ્‌ દેવો નથી. મારી લંકા લૂંટાઇ ગઇ છે. એટલે હું લૂંટાઇ જાવ છુ.મારા મા સમાન ભાભી ઉપર મે હાથ ઉપાડયો છે.
તો ભાઇ મને મોટાભાઇ છો માફ કરી દેજો. મે કાળમા આવીને હાથ ઉપાડયો હતો.મારી વહુએ જે કાળા મોઢા કર્યા છે. તે તે જ જાણે. હવે મારે કાંઇ જોવાનુ નથી.હુ મરી જાવ છુ.તુ તારા ઘર-પરિવારનુ ધ્યાન રાખજે. મે જેનાથી પૈસા લીધા છે. તે ગટીયાથી લઇ લે તેમ કહેજે. આ રીતે મરતા પહેલા લાલાભાઇએ બનાવેલ વીડીયો વાયરલ થયો છે. અને આ અંગે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે. તે જોવાનુ રહેશે. વીડીયો અંગેની ખરાઇ પણ પોલીસ તપાસમા બહાર આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here