વનબંધુ કિસાનો આધુનિક ખેતી તરફ વળવા માનસિકતા બદલે : રૂપાણી

0
6
Share
Share

૧૪ આદિજાતિ જિલ્લાના પ૩ તાલુકાના ૭૬ હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર-બિયારણ કિટનું વિતરણ કરાશે

ગાંધીનગર, તા. ૩૦

વનબંધુ-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાની માનસિકતા કેળવવા માઇન્ડ સેટ બદલવા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો હતો. રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના ૧૪ આદિજાતિ જિલ્લાના પ૩ તાલુકાઓના ૭૬ હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. ૩પ કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ અવસરે તેઓ સંબોધન કરી રહ્યા હતા.  તેમણે આ બિયારણ-ખાતર કિટ વિતરણના ઇ લોન્ચીંગને કોરોના સામે-કોરોના સાથે રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરીને કોરોનાને હરાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા રૂપ અવસર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, વિકાસની મુખ્ય ધારામાં વનબાંધવો પણ આવી જાય અને સર્વગ્રાહી વિકાસની સંકલ્પના પાર પડે તે માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિજાતિઓને પણ શિક્ષણ, આરોગ્ય, વીજળી, કૃષિ-સિંચાઇના અનેક અવસરો પૂરા પાડયા છે. જ્યાં સુધી વંચિત વનબંધુઓ-છેવાડાના અંતરિયાળ વિસ્તારના આદિજાતિઓ વિકસીત ન થાય ત્યાં સુધી વિકાસ અધૂરો છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, આ સરકારે પણ વનબંધુઓના વિકાસને વધુ ગતિ આપવા પેસા એકટનો અમલ કરીને વનબાંધવોને જમીન માલિક બનાવ્યા છે. એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારોમાં મેડીકલ કોલેજ, એકલવ્ય શાળાઓ, વીજળી સિંચાઇ સુવિધાઓ આપીને વનબંધુઓને સમયાનુકૂલ વિકાસની નવી દિશા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું.  તેમણે કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાની ભાગીરથ પહેલ ના ભાગરૂપે રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ સહાય ગુજરાતના વનબંધુઓને ઉપયુકત બનશે.  કૃષિ વૈવિધ્યકરણ યોજના રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઇઓ બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ૧ એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ અથવા મકાઇના પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરમાં યુરિયા ૪પ કિ.ગ્રામ, એન.પી.કે.પ૦ કિ.ગ્રામ અને એમોનીયમ સલ્ફેટ પ૦ કિ.ગ્રામની કીટ આપવામાં આવે છે.  આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપરજ નિર્ભર ન રહેતા સુધારેલ મકાઇ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગત આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્ધર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યા છે. કોરોના-કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતીમાં જે વનબંધુ-આદિજાતિ શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા તેવા શ્રમિકો કામકાજના સ્થળે પાછા આવે ત્યારે તેમને આવાસ મળી રહે તે માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખેતમજૂરો અને શ્રમિકોના આવાસ માટે રૂ. ૩પ૦ કરોડની મકાન સહાય સબસિડીની જોગવાઇ કરીને આવાસથી વંચિત આદિવાસી ખેતમજૂરો અને શ્રમિકોને આવાસ સુવિધા આપવાની સરકારની નેમ પણ રૂપાણીએ દર્શાવી હતી. કૃષિ વૈવિધ્યકરણ યોજના તહેત ખેડૂતોને બિયારણ ખાતર કિટની વિતરણ વ્યવસ્થા આદિજાતિ વિકાસ વિભાગના સાનિધ્ય-સહયોગથી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કોપોરેશનની પેટા કંપની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એગ્રો ટેક લીમીટેડ ય્છ્‌ન્ દ્વારા વનબંધુ જિલ્લાઓમાં હાથ ધરાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here