વધુ પ્રમાણમાં જમવાથી નુકસાન

0
19
Share
Share

ભુખ કરતા ઓછા પ્રમાણમાં જમવાથી આરોગ્ય વ્યવસ્થિત રહે છે

ભુખ કરતા વધારે પ્રમાણમાં ભોજન કરવાથી પેટ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે : પરેશાની સતત વધતી જાય છે : સાવધાની જરૂરી છે

આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે લોકો બનતા તમામ પ્રયાસો કરતા રહે છે. આના માટે જંગી ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં કેટલાક લોકો આરોગ્ય મેળવી લેવામાં સફળ રહેતા નથી. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સારી હેલ્થ રાખવા માટે હમેંશા જેટલી ભુખ હોય તેના કરતા  ઓછા પ્રમાણમાં ભોજન કરવુ જોઇએ. આંતરડા અમારા પાચન તંત્રના મુખ્ય અંગ તરીકે છે. મોટા આંતરડા અને નાના આંતરડા અમારી પાચન ક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. નિષ્ણાંત તબીબો કહે છે કે અમે જે ભોજન કરીએ છીએ તેમાંથી આંતરડા સારી અને સ્વસ્થ તેમજ પૌિષ્ટિક ચીજો કાઢે છે. જ્યારે ઝેરી ચીજોને શરીરની બહાર કાઢી નાંખે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પણ કેટલાક પગલા લેવાની જરૂર હોય છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે પણ કેટલાક પગલા લેવા જોઇએ. નિષ્ણાંત લોકો કહે છે કે પોતાની ભુખ કરતા હમેંશા ઓછા પ્રમાણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જ્યારે ભુખ કરતા વધારે પ્રમાણમાં જમવાના કારણે આરોગ્યની સમસ્યા ઉભી થઇ શકે છે. વધારે જમવાથી માત્ર વજન વધતુ નથી. સાથે સાથે અમારા આંતરડાની સક્રિયતા ઓછી હોય છે. કારણ કે વધારે પ્રમાણમાં ોજન કરવાથી  આંતરડાને પાચનમાં ભારે તકલીફ પડે છે. પોતાના ભોજનમાં ઉચ્ચ ફાયબરમુક્ત ભોજનને સામેલ કરવાથી આના કારણે ફાયદો થાય છે. ફાયબરયુક્ત ભોજન કરવાથી ફાયદો થાય છે. તે સારી રીતે પચી જાય છે. તે આંતરડાને વધારે સક્રિય પણ રાખે છે. વાસી ભોજન કરવાથી દુર રહેવાની પણ હમેંશા જરૂર હોય છે. વાસી ચીજો ખાવાથી કેટલીક તકલફ ઉભી થઇ જાય છે. ખોરાકી ઝેરની અસર થઇ શકે છે. તે પાચન સંબંધિત તકલીફને જન્મ આપે છે. ફાઇબરયુક્ત સંતુલિત ચીજો ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. શાકભાજી, ફળફળાદી , અનાજ અને નટ્‌સમાં ફાઇબર ચીજો વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે. ફાઇબર આપના આંતરડાને સ્વસ્થ કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. પાણી પિવાના કેટલાક ફાયદા છે. આના કારણે અમે અમારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કરી દઇએ છીએ. આંતરડાને પણ સ્વસ્થ રાખીએ છીએ. જો તમે વધારે પ્રમાણમાં ફાયબર ભોજનમાં લઇ રહ્યા છો અને સાથે સાથે પુરતા પ્રમાણમાં પાણી પિતા નથી તો આપના આંતરડાને નુકસાન થઇ શકે છે. જેથી પુરતા પ્રમાણમાં પાણી પિવામાં આવે તે જરૂરી છે. જો તમે માંસાહારી છો અથવા તો નોન વેજેટેરિયન છો તો લીન મીટનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે આંતરડાની ગતિવિધી સ્વસ્થ રહે છે. લીન મીટના કારણે ભોજન સરળતાથી પચી જાય છે. સાથે સાથે આંતરડા સારી રીતે કામ કરે છે. તેમાં પોષ્ટિક તત્વો હોય છે. જે ઇમ્યુનિટી પાવરને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. લીન મીટ જેમ કે ફિશનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય છે. તેમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે પાચન ક્રિયાને મજબુત બનાવે છે. સાથે સાથે પ્રોટીનની કમીને દુર કરે છે. રેડ મીટનો ઉપયોગ ન કરવાની સલાહ નિષ્ણાંતો આપે છે. રેડ મિટમાં વાસી પદાર્થોનુ પ્રમાણ વધારે હોય છે. જેના કારણે શરીરમાં વજન વધી શકે છે. આ ઉપરાંત તેમાં રહેલ કોલેસ્ટ્રોલ આંતરડા પર માઠી અસર કરે છે. આયુર્વેદ નિષ્ણાંત એસકે પાન્ડે કહે છે કે આંતરડાને સ્વસ્થ રાખવા માટે આરામ કરવાની જરૂર હોય છે. આંતરડા મસ્તિષ્ક સાથે જોડાયેલી હોય છે. માથામાં સ્વસ્થ હોવાની બાબત પણ ઉપયોગી છે. નિષ્ણાંત લોકો કહે છે કે ભુખ કરતા ઓછા પ્રમાણમાં જમવાથી ફાયદો થાય છે.

સ્થળુતા અનેક બિમારીની જડ

બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટેનુ મુખ્ય કારણ

તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાડી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે.સ્થુળતા વધવાની શરૂઆત થવાની સાથે જ એકપછી એક લગતી બિમારી થવાની શરૂઆત થઇ જાય છે. સ્થુળતાને રોકવા માટે પણ સતત કસરત કરીને વજન અને બોડી નિયંત્રિત રાખવામાં આવે તે જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here