વધુ પ્રમાણમાં કેળા સમસ્યા રૂપ છે

0
23
Share
Share

એનર્જી અને વજન ઘટાડી દેવા માટે જો મે દિવસ દરમિયાનની જરૂરી ડાઇટને માત્ર કેળા ખાઇને રિપ્લેસ કરી રહ્યા છો તો તે ખોટી ટેવ છે. ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપુર કેળા વધારે પ્રમાણમાં ખાવાથી કેટલીક સમસ્યા ઉભી થઇ શકે છે. માત્ર કેળા ખાવાનો અર્થ છે કે પ્રોટીન અને ફેટની કમી. કેળામાં અમિનો એસિડટાયરોસિનનુ પ્રમાણ હોય છે. જેને શરીર ટાયરામાઇનમાં ફેરવી નાંખે છે. ટાઇરામાઇન માઇગ્રેનની સમસ્યાને વધારે છે. આ ઉપરાંત કેળામાં સ્ટાર્ચ હોય છે. જે દાંતને પણ નુકસાન કરવાનુ કામ કરે છે. તેમાં વિટામિન બી-૬ પણ હોય છે. જેનુ વધારે પ્રમાણ તંત્રિકા તંત્ર માટે હાનિકારક હોય છે. અસ્થમાના દર્દીઓને કેળાનુ વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરવાની સલાહ નિષ્ણાંત તબીબો આપે છે. તેના કારણે શ્વાસ લેવાની તકલીફમાં વધારો થઇ શકે છે. એલર્જી પણ થઇ શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અમારા શરીરને સંતુલિત પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય છે. ડાઇટમાં વધારે કેળા લેવાથી બીજી ચીજો ખાવાની જગ્યા બચતી નથી. જેથી શરીરને પુરતા પ્રમાણમાં સંતુલિત પૌષણ તત્વો મળી શકતા નથી. હાઇ કૈલોરી પુડ હોવાના કારણે કેળાનો વધારે પ્રમાણમાં ઉપયોગ વજન વધારી શકે છે. બે કરતા વધારે કેળાના ઉપયોગથી ૩૦૦થી વધારે કેલોરી પ્રાપ્ત કરે છે. આવી સ્થિતીમાં જો તમે દિવસ દરમિયાન બીજા કોઇ ફળ ખાઇ રહ્યા નથી તો બે કરતા વધારે કેળાનો ઉપયોગ કરવો જોઉએ નહી. કેળામાં એક પ્રકારના અમીનો એસિડ ટિપ્ટોફન હોય છે. જે આપને સારી નીંદ લેવામાં મદદ કરે છે. પરંતુ કેળામાં રહેલા કાર્બોહાઇડ્રેટ અમીનો એસિડને દિમાગ સુધી પહોંચાડતા પહેલા બ્લોક કરે છે. આવી સ્થિતીમાં ટિપ્ટોફનની વધી ગયેલી માત્રાથી સેરોટોનિનનુ નિર્માણ થાય છે. જે નીંદની પ્રવૃતિને વધારે છે. કેળામાં પાઇબર પેક્ટિનનુ પ્રમાણ હોય છે. જે આંતરડામાંથી પાણીને ખેંચે છે. આવી સ્થિતીમાં ભરપુર પ્રમાણમાં પાણી ન પીવાની સ્થિતીમાં કબજીયાતની ફરિયાદ રહે છે. કેળાના વધારે ઉપયોગથી ટુથ ડિકે સૌથી વઘારે થાય છે. તેના ખાવાથી બનનાર એસિડ દાંતના ઇનેમલને ખરાબ કરવા લાગી જાય છે. આના કારણે દાંતના ક્ષારણ અથવા તો ટુથ ડીકેની સમસ્યા ઉભી થવા લાગી જાય છે. કેળાને લઇને કેટલાક અભ્યાસ કરવામાં આવ્યા છે. જેના તારણ જુદા જુદા છે. થોડાક સમય પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતુ કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. આ અભ્યાસના તારણો રજુ કરતીવેળા ઘણ તારણો પણ આપવામાં આવ્યા છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવે છે. બ્રિટીશ અને ઇટાલિયન સંશોધકોએ અભ્યાસના તારણો રજૂ કરતીવેળા જણાવ્યું છે કે દિવસમાં ત્રણ કેળા ખાવાથી  ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે. અભ્યાસમાં જણાવ્યું છે કે બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક, અને સાંજે પણ એક કેળુ ખાવાથી પુરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે. જે બ્રેનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે. તારણમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય પોટેશિયમ ધરાવતી ચીજ વસ્તુઓ ખાવાથી સ્ટ્રોકના ખતરાને અભૂતપૂર્વ રીતે ઘટાડી શકાય છે. દૂધ, ફીશ અને અન્ય ચીજ વસ્તુઓમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ છે. કેટલાક અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. પરિણામો ખૂબ જ સારા મળ્યા છે. નવેસરના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ઘણી એવી બાબતો રજુ કરી છે. જે પ્રથમ વખત સપાટી ઉપર આવી છે. વૈજ્ઞાનિકોએ જુદા જુદા ૧૧ અભ્યાસમાંથી ડેટા લઈ લીધા હતા. છેક ૬૦ના દશકના આંકડા પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. એકંદરે પરિણામ કરતીવેળા તમામ અભ્યાસના તારણો પણ ધ્યાનમાં લેવાયા હતા. આમા જાણવા મળ્યું કે ૧૬૦૦ એનજીની આસપાસ દરરોજ પોટેશિયમનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો મળે છે. આનાથી સ્ટ્રોકનો હુમલો  ઘટી જાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હયો છે. જે બ્લડપ્રેસરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે શરીરમાં ફ્લુઈડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે. ખૂબ ઓછા પ્રમાણમાં પોટેશિયમ હૃદયના ધબકારાને અનિયમિત બનાવવામાં ભુમિકા ભજવી શકે છે. આનાથી ડાયરિયા થવાનો ખતરો પણ રહે છે.

ઇંગ્લેન્ડમાં  યુનિવર્સિટી ઓફ વાર્વિક અને યુનિવર્સિટી ઓફ નેપલ્સના સંશોધકોએ કહ્યું છે કે પોટેશિયમનો જથ્થો મોટાભાગના દેશમાં દરરોજ જેટલી ભલામણ કરવામાં આવી છે તેનાથી ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. પરંતુ જો લોકો વધુ પ્રમાણમાં પોટેશિયમની ચીજ વસ્તુઓ લેશે તો તેમાં ફાયદો છે. આનાથી સ્ટ્રોકના ગાળાને થતા મોતના આંકડાને ઘટાડી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here