વધુ ડ્રાઇવિંગની હાર્ટ પર અસર

0
30
Share
Share

ડ્રાઇવિંગ કરવાનુ ખુબ પસંદ આપને હોઇ શકે છે. સાથે સાથે કલાકો સુધી અવિરત કાર ડ્રાઇવિંગ કરવાનુ પસંદ પણ આપને હોઇ શકે છે પરંતુ આ બાબત યોગ્ય નથી. સતત ડ્રાઇવિંગની અસર હાર્ટ પર સીધી રીતે થાય છે. લાંબા સમય સુધી ડ્રાઇવિંગની હાર્ટ પર અસર થાય છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ બાબત સાબિત થઇ ચુકી છે. આના કારણે વ્યક્તિની વિચારવા અને સમજવાની શક્તિ પર પણ માઠી અસર થાય છે. અમેરિકાની લિસેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસ બાદ આ મુજબનો દાવો કર્યો છે. આ શોધ કરનાર નિષ્ણાતોએ કહ્યુ છે કે એવા લોકો જે દરરોજ બેથી ત્રણ કલાક સુધી ડ્રાઇવિંગ કરે છે તે લોકોની યાદશક્તિ ખુબ ઝડપથી ઘટતી જાય છે. સાથે સાથે તેમનામાં હાર્ટ અને દિમાગ સાથે જોડાયેલા રોગ થવાની સંભાવના વધી જાય છે. યાદશક્તિ પર સીધી અસર થાય છે. શોધ કરનાર લોકોએ આશરે પાંચ લાખ વિદેશી લોકોને આવરી લઇને અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. એ વખતે તેમની સામે કેટલાક નક્કર પરિણામ સપાટી પર આવ્યા હતા. અભ્યાસના ગાળા દરમિયાન  પાંચ વર્ષ સુધી તેમની દરરોજની ગતિવિધી પર નજર રાખવામાં આવી હતી. આ તમામ લોકોની વય ૩૭થી ૭૨ વર્ષની હતી. શોધના ગાળા દરમિયાન તેમનુ મુખ્ય ધ્યાન ઇન્ટલિજન્સ અને યાદશક્તિ પર રાખવામાં આવ્યુ હતુ. તેમને આવરી લઇને કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ સુધી ચાલેલા આ શોધ બાદ કેટલીક બાબત સપાટી પર આવી હતી. જે બાબત સપાટી પર આવી તેમાં જાણવા મળ્યુ કે આશરે ૯૩ હજાર લોકો જે દરરોજ બે કલાકથી લઇને ત્રણ કલાક સુધી ડ્રાઇવિંગ કરે છે તેમનુ દિમાગ વધારે સક્રિય રહેતુ નથી. તેમની યાદશક્તિ પર આની અસર થાય છે. શોધમાં સામેલ કરવામાં આવેલા લોકો પર અભ્યાસ બાદ નિષ્ણાંતો એવા તારણ પર પહોંચ્યા છે કે એવા લોકો જે નિયમિત ડ્રાઇવિંગ કરે છે તે લોકોને દિવસમાં કમ સે કમ ૧૫-૨૦ મિનિટ સુધી આરામ આપવાની જરૂર છે. આના કારણે તેઓ આગામી ડ્રાઇવિંગ માટે એક્ટિવ થઇ જશે. શોધ દરમિયાન આ બાબત પણ સપાટી પર આવી કે ધુમ્રપાન કરનાર અને શરીબ પીને વધારે ડ્રાઇવિંગ કરનાર લોકોની કામની ક્ષમતા ઘટી જાય છે. અભ્યાસમા ંસલાહ આપવામાં આવી છે કે ડ્રાઇવિંગ કરતી વેળા સાથે રહેલા લોકોને પણ ડ્રાઇવિંગ કરવાનુ કહીને થોડાક સમય માટે આરામ કરવાની જરૂર હોય છે. આના કારણે દિમાગને આરામ મળે છે. અભ્યાસના તારણો સાથે મોટી ભાગના લોકો સહમત છે. જો કે કેટલાક લોકોએ કહ્યુ છે ક આના માટે કોઇ નક્કર કારણો આપવામાં આવ્યા નથી. જેથી શોધ કરનારના દાવા બિલકુલ અયોગ્ય છે. કેટલીક બાબતો તો ગળે ઉતરી રહી નથી તેવી પણ રહી છે.

હાઇહિલ્સ ખુબ જ જોખમી

આધુનિક યુગમાં યુવતિઓ પોતાને મોડર્ન તરીકે રજુ કરવા માટે હાઇ હિલવાળા સુઝ અથવા તો સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ યુવતિઓને હવે સાવધાન થઇ જવાની અને નવા અભ્યાસની નોંધ લેવાની જરૂર છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, ઉંચા હિલવાળા સેન્ડલ પહેરવાથી ફેશનમાં ચોક્કસપણે વધારો થાય છે. પરંતુ સંશોધનમા જણાવવામાં આવ્યું છે કે સાંધાના દુઃખાવો પણ હાઇહિલના કારણે વધવાનો ખતરો રહે છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દરરોજ હાઇહિલ પહેરનાર મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે હાઇહિલ પહેરનાર યુવતિઓ અને મહિલાઓની સાંધામાં દુઃખાવાની ફરિયાદ વધારે રહી છે. હાઇહિલ બોડી ઉપર સીધી અશર કરે છે. આના લીધે  પગ, ઘુટણ અને અન્ય જોઇન્ટ પર દબાણ આવે છે.  બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી ટેલીગ્રાફે જણાયુ છે કે, એક વખતે સાંધાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઇ ગયા બાદ આ ફરિયાદ સતત વધે છે. ૨ હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે સાંધામાં દુઃખાવાની ફરિયાદ મોટા ભાગે વય વધતાની સાથે જોવા મળે છે. પરંતુ હાઇહિલ પહેરનાર યુવતિઓ અથવા મહિલાઓમાં નાની વયમાં પણ આ ફરિયાદ જોવા મળી છે. અભ્યાસમાં ૨૨ ટકા લોકોએ એવો મદ વ્યક્તિ કર્યો છે કે, સાંધામાં દુઃખાવા વય વધતાની સાથે સાથે ચોક્કસપણે થાય છે. ૩૬ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની સ્થિતિથી વધારે વાકેફ નથી. સાંધાના દુઃખાવા સાથે સંબંધિત નિષ્ણાંત પ્રોફેસર એન્થોની રેડમન્ડે કહ્યું છે કે, હિલના શૂઝ અથવા તો સેન્ડલ નુકસાનકારક સાબીત થઇ શકે છે. યોગ્ય ફુટવેરની પસંદગી પગ ઉપર આવતા દબાણને ઘટાડવામાં ઉપયોગી સાબીત થાય છે. જોઇન્ટ ઉપર પણ દબાણને ઘટાડે છે. દરરોજની પ્રવૃતિના લીધે હાઇહિલ પહેરવાની સ્થિતિમાં પગ ઉપર અને જોઇન્ટ ઉપર દબાણ આવે છે. યોગ્ય ફુટવેર કોઇપણ પ્રકારની ઇજા અથવા તો સાંધાને નુકસાનના ખતરાને ઘટાડે છે. એક ઇંચથી વધારે ઉચાઇવાળા હિલ નહીં પહેરવાની સલાહ અપાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here