વધી રહેલો કોરોના સંક્રમણના કેસોના આંકડાને લઇને અમે ચિંતિત નથીઃ હર્ષવર્ધન

0
16
Share
Share

કોરોના સંક્રમણના દર્દીઓમાં રિકવરી રેટ ૬૩ ટકા અને મૃત્યુદર માત્ર ૨.૭૨ ટકા છે

ન્યુ દિલ્હી,તા.૧૦

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના આંકડા મુદ્દે સરકારનું માનવુ છે કે આ આંકડાને લઇને ચિંતા કરવા જેવુ નથી, કારણ કે કોરોના સંક્રમણના કેસો સામે રિકવરી રેટ ખબૂ જ ઊંચ્ચો છે અને મૃત્યુનું પ્રમાણ ઘણુ ઓછુ છે. સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધને શુક્રવારે ફરી એકવાર જણાવ્યુ કે, દેશમાં હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્ટેજ આવ્યો નથી. જોકે એક તરફ દેશમાં વધી રહેલા કેસો હવે આઠ લાખની ખૂબ જ નજીક પહોંચી ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓમાં રિકવરી રેટ ૬૩ ટકા છે અને મૃત્યુદર માત્ર ૨.૭૨ ટકા છે. અમે કેસોની સંખ્યાને લઇને ચિંતિત નથી. સરકાર ટેસ્ટિંગ વધારી રહી છે જેથી વધુને વધુ કેસો સામે લાવી શકાય અને સારવાર હેઠળ લઇ શકાય. ભારતમાં રોજના ૨.૭ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીનુ કહેવુ છે કે ભારતમાં વસતી ખૂબ જ હોવા છતા કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ સુધી નથી પહોંચ્યા, જોકે તેમણે માન્યુ હતું કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણ વધી ગયુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here