દીવ, તા.૨૦
વણાંકબારામાં તા.૧૯ ફેબ્રુ. શુક્રવારના રોજ સાંજે પરિણીત યુવતી વનિતા ઉર્ફે ભૂમિકા દિપક સોલંકી અને તેની દોઢ વર્ષની બાળકી દ્રષ્ટિ દિપક સોલંકી સામાન્ય ઝઘડો થતા કોઈને કહયાં વગર કયાંક ચાલી ગયેલ હોય જેથી તેના પતિ દિપક સોલંકીએ વણાંકબારા કોસ્ટલ પોલીસમાં ગુમસુદાની ફરીયાદ નોંધાવેલ છે.
પરિણીત યુવતી ૨૩ વર્ષની છે સોનેરી કલરની સાડી અને લાંબી બાઈનું બ્લાઉઝ પહેરેલ છે. નાની બાળકીએ સફેદ કલરનું ફુલવારૂ ફ્રરોક પહેરેલ હોય જે કોઈને જાણ થાય તો વણાંકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફોન નં.૯૦૨૩૩ ૦૬૬૬૯ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે. કેસની તપાસ એસએચઓ પીએસઆઈ દિપક વાજા કરી રહેલ છે.