વઢવાણ : વાડલા ગામે જુના મનદુઃખમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ

0
20
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૦

વઢવાણ તાલુકાના વાડલા ગામમાં ચૂંટણી તેમજ તળાવના કામ બાબતનું મનદુઃખે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરાતા ચકચાર ફેલાઈ હતી. આ બનાવમાં ત્રણ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વાડલા ગામના શકિતસિંહ ખુમાનસિંહ ખેરે વઢવાણ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવાયા મુજબ વાડલા ગામના વનરાજભાઈ વિરુઘ્ધ આજથી એકાદ વર્ષ પહેલા શકિતસિંહના કાકાના દિકરા જગદીશભાઈએ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટણીમાં ફોમ ભર્યુ હતુ. જેમાં જગદીશભાઈ ચૂંટાઈ આવતા તેમને ઉપસરપંચ બનાવવામાં આવ્યા હતા અને આ ચૂંટણીમાં વનરાજભાઈ હારી ગયા હતા. તેમજ જગદીશભાઈ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડુ કરાવવાનુ કામ કરાવતા હતા તે સમયે તળાવના કામ ઉપર દેવજીભાઈએ જઈ શકિતસિંહ અને જગદીશભાઈને મને પૂછ્‌યા વગર કેમ કામ ચાલુ છે અને કામ કરવુ હોય તો મને ભાગ આપવો પડશે.

જો નહીં આપતો તો મજા નહી આવે તેવી ધમકી આપી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જે બંને બાબતનુ મનદુઃખ રાખી તા.૧૮/૧૧ ના સાંજના સમયે શકિતસિંહ વાડલા ગામના દાજીભાઈ પ્રવીણભાઈ સોલંકીની નાસ્તાની દુકાનેથી નાસ્તો કરી નીકળતા હતા ત્યારે દુકાન પાસે રોડ ઉપર વનરાજભાઈએ તેમની લાયસન્સવાળી બંદૂક, મેહુલભાઈ હાથમાં લોખંડનુ ધારીયુ તેમજ દેવજીભાઈએ હાથમાં લોખંડની ફરસી લઈ આવ્યા હતા.

ત્યારબાદ વનરાજભાઈએ બંદૂકથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણેય શખ્સોએ શક્તિસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં આરોપી વાડલા ગામના વનરાજભાઈ અભેસંગભાઈ મકવાણા અને દેવજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ સામે ગુનો નોંધાતા વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here