વઢવાણ નજીક ટેન્કરમાંથી રૂા.૨૧.૪પ લાખનો વિદેશી દારૂ પકડાયો

0
22
Share
Share

૫૮૪૭ બોટલ શરાબ, ટેન્કર, મોબાઇલ મળી રૂા.૩૩.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરતી આર.આર.સેલ : બે શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર તા.૨૬

સુરેન્દ્રનગર-લખતર ધોરી માર્ગ પર આવેલા ગેબનશાપીર સર્કલ પાસેથી ટ્રકમાંથી આર.આર.સેલના સ્ટાફે દરોડો પાડી ૫૮૪૭ બોટલ વિદેશી દારૂના સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂ, ટેન્કર, મોબાઇલ અને રોકડા મળી રૂા.૩૧.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર અને મોકનારના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રનાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની રાજકોટ રેન્જના વડા સંદિપસિંઘએ આપેલી સૂચનાને પગલે પીએસઆઇ જે.એસ.ડેલા સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લખતરથી સુરેન્દ્રનગર તરફ જીજે ૩૧ ટી ૬૨૦ નંબરના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સમીરભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે ગેબનશાપીર સર્કલ પાસે વોચ ગોઠવી હતી.

વોંચ દરમિયાન નિકળેલા ટેન્કરને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂા.૨૧.૪૧ લાખની કિંમતની ૫૮૪૭ બોટલ દારૂ સાથે રાજસ્થાનનો ટેન્કરના ચાલક હિંમતસિંહ લક્ષમણસિંહ ચૌહાણ અને રાજુરામ ઇરામ બિશ્નોઇની ધરપકડ કરી દારૂ, ટેન્કર, મોબાઇલ અને રોકડા મળી રૂા.૩૧.૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યા છે.

પોલીસે ઝડપેલા બંને શખ્સો દારૂ જથ્થો પહોંચાડવામાં મદદ કરનાર સુનિલ બિશ્નોઇ અને દારૂ મંગાવનાર શખ્સ વિરૂઘ્ધ વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here