વડોદરોમાં સગા બાપે પોતાની સગીર દીકરી પર ૯ માહ આચર્યું દુષ્કર્મ

0
28
Share
Share

વડોદરા,તા.૨

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હવસખોર પિતાએ પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવલી તાલુકાના નમીસરા ગામમાં રહેતા દિવાન પરિવાર રહે છે. પરિવારના ફારૂકશા સલીમશા દિવાન(ઉ.૩૮) છકડો રીક્ષા ચલાવે છે.

છેલ્લા ૯ માસથી પોતાની ૧૪ વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. સગીર દીકરી સમયસર માસિક ધર્મમાં ન આવતા મુંઝવણમાં રહેતી હતી. જેથી માતાએ તેની પૂછપરછ કરતા સગીરાએ પિતા તેની સાથે દુષ્કર્મ કરતા હોવાનું હતું. સગીર દીકરીની વાત સાંભળી માતા પણ ચોંકી ઉઠી હતી. તેઓએ પતિને ઠપકો આપતા પતિએ આ બાબતે કોઇનો જાણ કરીશ તો તને, તારી છોકરી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here