વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના કુલ આંક ૧૭,૪૬૫ ઉપર પહોંચ્યો

0
25
Share
Share

વડોદરા તા. ૨૬

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ ૧૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક ૧૭,૫૭૭ ઉપર પહોંચી ગયો છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક ૨૨૦ થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે વધુ ૧૦૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ડિસ્ચાર્જ દર્દીઓનો આંક વધીને કુલ ૧૬,૨૦૩ પર પહોંચ્યો છે. વડોદરાના પૂર્વ મેયર અને ગુજરાત માટીકામ બોર્ડના અધ્યક્ષ દલસુખ પ્રજાપતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ હોમ ક્વોરન્ટીન થયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મહાનગરપાલિકાના કમિશનર પી.સ્વરૂપ અને વી.એમ.સી.ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને વડોદરા શહેરમાં કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે કુલ અંદાજે ઉપલબ્ધ ૫૫૦૦ પથારીઓની સામે ૨૧૦૦ દાખલ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.તેમ છતાં તકેદારીના ભાગરૂપે તેમજ અગ્રીમ આયોજન અને પ્રો એક્ટિવ અભિગમ હેઠળ વધુ ૧૦૦ ઉપરાંત ખાનગી દવાખાનાઓને નોંધણી દ્વારા કોવિડની સારવારમાં જોડીને આગામી ચારથી પાંચ દિવસમાં પથારીઓનો સંખ્યા વધારીને ૭૦૦૦ જેટલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૭,૩૫૭૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૨૬૩૬, પશ્ચિમ ઝોનમાં ૨૮૪૧, ઉત્તર ઝોનમાં ૩૫૯૩, દક્ષિણ ઝોનમાં ૩૨૦૮, વડોદરા ગ્રામ્યમાં ૫૨૬૩ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શહેરઃ ગોરવા, ગોકુલનગર, અકોટા, ટઈંઙ રોડ, છાણી, સુભાનપુરા, છાણી, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, અકોટા, શિયાબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી

ગ્રામ્યઃ પાદરા, વાઘોડિયા ડભોઇ, કરોડીયા, સાવલી, પોર, રણોલી, કરજણ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here