વડોદરા,તા.૧૯
વડોદરા વોર્ડ ૧૪ની ભાજપની મહિલા ઉમેદવાર જેલમ ચોકસીએ જાતિ વિષયક ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. શહેર ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ઉમેદવારનો માફી માગતો વિડિયો જારી કર્યો છે. વોર્ડ નંબર ૧૪માં ભાજપની પેનલને વાડી વાયડા પોળ અને બરાનપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ જાકારો આપ્યો હોવાનું ઘટના બાદ ભાજપના ઉમેદવારો વાડી વાયડા પોળમાં ફેરણી કરવા ગયા હતા. જોકે ભાજપના વોર્ડ નંબર ૧૪ નાં મહિલા ઉમેદવારે એક જાતિ માટે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.
કહેવત કહેવા જતા અર્થનો અનર્થ થઇ ગયો હતો. જાતિવાચક ઉચ્ચાર કરવાનો વીડિયો વાઇરલ થઇ જતાં ભાજપમાં હડકંપ મચી જવા પામી હતી. જેના કારણે શહેર ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે જેમલબેન ચોકસીનો માફી માગતો વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં ઉમેદવારે જણાવ્યું હતું કે, ગુજરાતી કહેવત કહેવા ગઇ તેમાં ઉકરડો શબ્દ આવે છે તેની જગ્યાએ કઇ બીજું અર્થઘટન થઇ ગયું હતું.
મારો ઇન્ટેન્શન કોઇ સમાજને નુકસાન પહોંચાડવાનો નથી. સમાજ સાથે જોડાયેલી છે. હું એ સમાજનું હૃદયપૂર્વક માફી માગું છું. મને એ સમાજ માફ કરી દેશે એવી મને આશા છે. વારસિયાની પારસ સોસાયટીમાં બુધવારે રાત્રે ચૂંટણી સભામાં વોર્ડ નંબર ૬ના ભાજપના ઉમેદવાર ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મને ચૂંટણી જીતવાની ગરજ છે તો તમને પણ સુરક્ષા અને સફાઈની ગરજ છે. જેથી મોટા પ્રમાણમાં મતદાન કરજો, વિધર્મીઓ અને ચિટરો તો ભેગા થશે તો જીતવુ કપરું બનશે.