વડોદરા: વાઘોડિયામાં વીજળી પડતાં ૪૫ વર્ષીય મહિલાનું મોત, ૩ સંતાનની હતી માતા

0
21
Share
Share

વડોદરા,તા.૨૫

મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં ૪૫ વર્ષીય મહિલા પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. વાઘોડિયા પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આવેલી આનંદ નગરીમાં ઝુંલેમાં પાર્ક સોસાયટીમાં નવા મકાનો બની રહ્યા છે.આ મકાનોમાં મજૂરી કામ કરતી ૩ સંતાનની માતા શારદાબેન વસાવા (ઉ.વ ૪૫) વરસાદમાં મકાનની અગાસી પર નાહીં રહ્યા હતા. ત્યારે અચાનક વીજળી પડતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.સ્થાનિકોએ ૧૦૮ને કોલ કરતા ૪૫ મિનિટ સુધી એમ્બ્યુલન્સ ન આવતા આખરે સ્થાનિકોએ ખાનગી વાહનમાં મહિલાને હોસ્પિટલમાં પહોંચાડતા ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here