વડોદરા મુંબઈ એક્સ્પ્રેસ વેનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે

0
29
Share
Share

વડોદરા અને ભરુચ વચ્ચે તાજેતરમાં માત્ર ૨૪ કલાકમાં બે કિમીના કોંક્રિટ રોડનું નિર્માણ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

વડોદરા, તા.૩

દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા ૮ લેનના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ભાગ રુપે તૈયાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સ્પ્રેસ વેનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. આ રોડના નિર્માણ માટે વડોદરા અને ભરુચ ક્ષેત્રમાં તાજેતરમાં માત્ર ૨૪ કલાકમાં બે કિમીના કોંક્રિટ રોડનું નિર્માણ કરીને બે વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યા છે. ૨ કિમી લાંબો-૧૮.૭૫ મીટર પહોળો રસ્તો બનાવવા ૨૪ કલાકમાં ૧.૧૦ લાખ સિમેન્ટની થેલી (૫.૫ હજાર ટન), ૫૦૦ ટન બરફ વપરાયો અને ૩ કરોડનો ખર્ચ થયો.

આ અંગેનિ વિગત મુજબ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી ૮ લેનનો મુંબઈ વડોદરા એક્સ્પ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. આ હાઈવે પ્રથમ તબક્કામાં બનશે અને ત્યારબાદ વડોદરાથી દિલ્હી વચ્ચેનો હાઈવે બીજા તબક્કામાં બનશે. વડોદરા મુંબઈ વચ્ચે બનતો આ એક્સ્પ્રેસ વે કોંક્રિટનો હશે જેને લેઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરજોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ એક્સ્પ્રેસ વે પર પ્રતિ કલાક ૧૨૦થી ૧૫૦ કિમીની ઝડપે વાહન હંકારી શકાશે.

આ દરમિયાન ૧ ફેબ્રુઆરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે એક માઈલસ્ટોન દિવસ બની ગયો હતો. જ્યારે દ્ગછૐૈંએ બે બે વર્લ્‌ડ રેકોર્ડ બનાવવ્યા હતા. જેમાં પહેલો રેકોર્ડ ૧૨ હજાર સિમેન્ટ કોન્ક્રિટના ઉત્પાદન સાથે ખૂબ જ ઓછા સમય એટલે કે માત્ર ૨૪ કલાકમાં એક ફૂટ જાડા અને ૧૮.૭૫ મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજો રેકોર્ડ ૨૪ કલાકમાં બનેલા આ રોડમાં ૧.૧૦ લાખ સિમેન્ટ બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે સામાન્ય રીતે સિમેન્ટ રોડ બનાવતી વખતે બ્લોક વાઇઝ જોઇન્ટ પાડવામાં આવતા હોય છે જોકે આ રોડમાં કોઈપણ જોઈન્ટ રાખવામાં આવ્યો નહોતો. આ બંને રેકોર્ડને ગોલ્ડન બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન મળ્યું છે.

દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબા ૧,૩૨૦ કિલોમીટર લાંબો રોડ હશે. બન્ને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય ૨૪ કલાકથી ઘટીને ૧૩ કલાક થઈ જશે. તેના નિર્માણને કારણે, દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર ૧૩૦ કિ.મી.થી ઘટાડવામાં આવશે.૫ રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં તૈયાર થઈ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here