વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા કામદારનું મોત

0
13
Share
Share

ભરૂચ,તા.૩૦

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બ્રિજની કામગીરી દરમિયાન મોટી ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજની કામગીરી દરમિયાન ક્રેનનું સંતુલન ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક કામદારનું મોત થયું છે. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ પાસે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કામદારનું મોત નીપજ્યું છે. ક્રેનનું સંતુલન ગુમાવતા ઘટના સર્જાઈ હતી. જો બ્રિજના પ્લેટની ઝપેટમાં વધુ લોકો કામદારો હોત તો મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી.

બનાવની જાણ થતા ભરૂચ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ભરૂચ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્રિજના પ્લેટ ધરાશાયી થવાની તસવીરો પણ સામે આવી છે. જે જોતા લાગે છે કે ઘટના બની ત્યારે અન્ય કામદારોમાં કેવો ફફડાટ મચ્યો હશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here