વડોદરા મહાનગરમાં રૂ.૩રર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

0
23
Share
Share

છ મહિનામાં ગુજરાતમાં ૯રપપ કરોડ રૂપિયાના વિકાસ   કાર્યોના ઇ-લોકાર્પણ કર્યા છે : મુખ્યમંત્રી વિજય રુપાણી

વડોદરા,તા.૮

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના આ કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ સ્થગિત છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં રૂ. ૯રપપ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતના કામો કરીને વિકાસને અટકવા દીધો નથી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત ન ઝૂકયું છે ન રોકાયું છે. વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહિ, સમયબદ્ધ-સમયસર કામો ઉપાડીને પૂરાં કરવાનો વ્યૂહ અપનાવી જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને આગળ ધપાવી છે.મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરમાં રૂ. ૪૪ કરોડના વિવિધ લોકાર્પણ અને રૂ. ર૭૯ કરોડના કાર્યારંભ-ખાતમૂર્હત મળી રૂ. ૩રર.૬૬ કરોડના વિકાસ કામોનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એટ વન કલીક પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની ૪પ ટકા વસ્તી નગરો, મહાનગરોમાં વસે છે ત્યારે પ્રજાની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ થાય સાથોસાથ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, લાઇટ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે આ સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સેવારત છે.તેમણે ઉમેર્યુ કે, વિકાસના કામોમાં વિવાદ નહિં સંવાદ અને લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગની સંકલ્પના સાથે નગર સુખાકારીના કામોને નવી ગતિ આપી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભૂતકાળની કોંગ્રેસી સરકારોમાં વિકાસના કામો નાણાંના અભાવે થતાં જ નહિ. નગરપાલિકા-મહાપાલિકાને આવા કામો માટે ફૂટીકોડી પણ રાજ્ય સરકાર આપતી નહિ અને સ્થાનિક સત્તાતંત્રએ નાણાં સંસ્થાઓ, વર્લ્‌ડ બેન્ક વગેરે પાસેથી લોન લઇ કામો કરવા પડતા. ‘‘આજે સ્થિતી સાવ જુદી છે. પૈસાની ચિંતા કર્યા વગર વિકાસ કામો થાય છે’’….એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકાઓને આહવાન કર્યુ કે પૈસાની ચિંતા કર્યા વિના વિકાસ કામો માટે કેપેસિટી બિલ્ડીંગ કરે. જેટલા વધુ વિકાસ કામો લાવશો તેટલા વધુ પૈસા આ સરકાર આપશે એમ તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here