વડોદરા ભાજપના મહિલા કાઉન્સિલર થયા કોરોના સંક્રમિત, વધુ ૫ દર્દીના મોત

0
25
Share
Share

વડોદરા,તા.૩૦

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ ૫ દર્દીના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતીનો પણ સમાવેશ થાય છે. તમામ દર્દીઓની સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવનાર છે. વડોદરા શહેરના વોર્ડ નં-૧૧ ના ભાજપના કાઉન્સિલર ભાવનાબેન કિશનભાઇ શેઠનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક ૪૪૭૬ પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૩૪૨૫ દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક ૮૪ થયો છે. વડોદરામાં અત્યારે કુલ ૯૬૭ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૨ ઓક્સિજન ઉપર અને ૪૩ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૭૮૨ દર્દીની હાલત સ્થિર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here