વડોદરા ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા

0
21
Share
Share

વડોદરા,તા.૧૮

વડોદરા શહેરના વોર્ડ નં-૧૭ના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે. જેથી તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ૫ દિવસ પહેલા જ વડોદરા શહેરના કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવત પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૬૪૨૯ ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક ૧૨૧ થયો છે અને અત્યાર સુધીમાં કુલ ૫૧૬૩ દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ ૧૧૪૫ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૫૦ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૯૫૩ દર્દીની હાલત સ્થિર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here