વડોદરા: પૂર્વ મહિલા પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે ફરિયાદ કરી

0
20
Share
Share

પૂર્વ પ્રિન્સિપલ સામે વિભત્સ માગણીની ફરિયાદ : યુનિ. દ્વારા સપ્ટેમ્બરે નવજ્યોત ત્રિવેદી-મહિલાને છૂટા કર્યા હતા

વડોદરા, તા. ૨૪

વાઘોડિયાની પારૂલ યુનિ.ની પૂર્વ મહિલા ઓસિ. પ્રોફેસરે ફિઝિયોથેરાપીના પૂર્વે પ્રિન્સિપાલ સામે બિભત્સ માંગણીનો આક્ષેપ કરતી અરજી પોલીસને આપી હતી.

વાઘોડિયાની પારૂલ યુનિ.માં છેલ્લાં એક વર્ષથી આસિ. પ્રોફેસર તરીકે મહિલા નોકરી કરતી હતી. ડો. નવજ્યોત ત્રિવેદી પારૂલ કોલેજ કેમ્પસમાં રહેતો ત્યારે મહિલા તેના સંપર્કમાં આવી હતી. ડો. નવજ્યોત ત્રિવેદી મહિલા આસિ. પ્રોફેસર પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. મેસેજ મારફતે બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. ડો. નવજ્યોત ત્રિવેદી વખતો વખત મહિલા સાથે ખરાબ વર્તન કરતો હતો.

મહિલાના અંગત માહિતી પણ ડોક્ટર મેળવતો હતો. આ સંદર્ભે પીએસઆઈ એ.જી. પરમારે જણાવ્યું હતું કે, ડો. નવજ્યોત ત્રિવેદી તે સમયે ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. નવજ્યોત ત્રિવેદીએ તેના જવાબમાં મહિલાના આક્ષેપો ખોટા હોવાનું કહ્યું છે. મહિલાએ તેના પિતા સાથે જવાબ લખાવવા આવશે. પારૂલ યુનિ. દ્વારા ગત મહિને ડો. નવજ્યોત ત્રિવેદી અને મહિલાને નોકરીમાંથી છૂટા કર્યા હતા.

એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, ડોક્ટર અને મહિલા આસિ. પ્રોફેસર ગતવર્ષે યુનિ.માંથી વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયાં હતા. દિલ્હીમાં ડોક્ટરે મહિલા આસિ. પ્રોફેસરને તું મને બહું ગમે છે? તેવી વાતો કરી હતી. આ ઉપરાંત કરિયર ખરાબ કરવાની ધમકીઓ આપી માનસિક હેરાનગતિ કરી હતી.

ડો. નવજ્યોત ત્રિવેદીએ ગત મેં મહિનામાં યુવતી વિરુદ્ધ વાઘોડિયા પોલીસને અરજી આપી હતી. આ અરજી સંદર્ભે પણ બંનેનો તે સમયે જવાબ લેવાતા હોવાનું પોલીસનું કહેવું છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here