વડોદરા-પાદરા રોડના રેલવે ટ્રેક પર કાર ખાડામાં ફસાઇ, ત્રણ લોકોનો પરિવાર ફસાયો

0
27
Share
Share

વડોદરા,તા.૧૭

ભારે વરસાદને પગલે વડોદરા-પાદરા રોડ પર પડી ગયેલા ખાડાઓ વાહન ચાલકો માટે મુશ્કેલી સાબિત થઇ રહ્યા છે. પાદરાથી વડોદરા તરફ જઇ રહેલી કાર રેલવે ટ્રેક પર પડેલા ખાડામાં ફસાઇ ગઇ હતી. જોકે સદનસીબે આ રેલવે લાઇન બંધ હોવાથી ટ્રેનો પસાર થતી નથી. પરંતુ, એક માસના બાળક સહિત પરિવાર અડધો કલાક સુધી મુશ્કેલીમાં મૂકાઇ ગયો હતો. સ્થાનિક લોકોએ મદદ કરતા કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

વડોદરા-પાદરા રોડ હજી ૧૦ મહિના પહેલા જ બન્યો હતો, તેમ છતાં રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી આજે એક પરિવાર પોતાની કાર લઇને પસાર થતો હતો, તે સમય દરમિયાન કાર ખાડામાં ખાબકતા પોતાના એક માસના માસૂમ બાળક સાથે અડધો કલાક સુધી મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે સ્થાનિક લોકોએ મદદ કરતા કારને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર વડોદરા જવા રવાના થયો હતો.

ઉલ્લેખનિય છે કે, આ રોડ ૧૦ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને આટલા ટુંકાગાળામાં જ રોડ પર ખાડાઓ પડી જતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઇ છે. જેને પગલે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને વાહન ચાલકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં હતા. કેટલાક સામાજિક કાર્યકરોએ આ બાબતે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here