વડોદરા: પાદરાના રણુ ગામે ઐતિહાસિક માં તુલજા ભવાની મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટ્યાં

0
20
Share
Share

મંદિરમાં ઘટ સ્થાપનની સાથે સાથે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન

વડોદરા, તા.૧૭

માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે.ત્યારે,વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલા શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભવિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.મંદિરમાં સવારથી જ ઘટ સ્થાપનથી લઈને વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે ઐતિહાસિક માઁ તુલજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે.દર વર્ષે અહીં નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિની આઠમે મેળો ભરાય છે.પરંતુ, આ વર્ષે કોરોનાં મહામારીને કારણે કોરોનાંનું ગ્રહણ નડયું છે.આજે પ્રથમ નોરતાએ શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે વહેલી સાવરથી જ માંઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને માઁ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાદરાના રણુ ગામે આવેલ ઐતિહાસિક માઁ તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવનો તારીખ ૧૭-૧૦-૨૦૨૦ થી ૨૫-૧૦-૨૦ સુધી ઉજવણી કરવામાં આવશે.તેમ મહંત કવિન્દ્રગરીજી જણાવ્યું હતું.પાદરાના રણું ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે શારદીય નવરાત્રી પ્રારંભ તારીખ ૧૭-૧૦-૨૦ શનિવારે ઘટસ્થાપન સવારે ૮-૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. લલીતા પંચમી તારીખ ૨૧-૧૦-૨૦૨૦ ને બુધવારે રહેશે. તારીખ ૨૩-૧૦-૨૦૨૦ ને શુક્રવારે દુર્ગાષ્ટમી ની ઉજવણી કરવામાં આવશે તેમજ માતાજીના દર્શને આવતા તમામ ભક્તોના શ્રેયાર્થે ચંડીયાગ થશે.જેમાં શ્રીફળ હોમવાને સમય સાંજે ૪ કલાકનો રહેશે. દશેરાની તારીખ ૨૫-૧૦-૨૦૨૦ ના રવિવાર ના રોજ ઉજવણી થશે.

હાલના કોરોના મહામારીના સંજોગોમાં સરકારના આદેશને ધ્યાનમાં રાખીને દશેરાના મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું નથી.માતાજીના દર્શન તથા આરતીનો સમય માતાજીના દર્શનનો સમય સવારે ૬ થી સાંજે ૮ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે અને બપોરના સમયે પણ માતાજીના દર્શન ખુલ્લા રહેશે.માતાજીની આરતીનો સમય સવારે તથા સાંજે ૬ વાગે રહેશે. દરરોજ માતાજીની આરતીના દર્શન પણ થશે તેમ મંદિરના મહંત કવિન્દ્રગરીજી જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here