વડોદરા: નકલી પરિવારના સહારે યુવાન સાથે લગ્ન કરી પૈસા અને સોનું લઇ યુવતી ફરાર

0
21
Share
Share

વડોદરા,તા.૦૨

વડોદરામાં યુવક સાથે લગ્ન કર્યાં બાદ લૂંટેરી દુલ્હન દોઢ લાખ રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન સહિતની મત્તા લૂંટીને ફરાર થઇ ગઇ છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આણંદની યુવતી સહિત ૬ શખ્સ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર નજીક આવેલા કરચિયા ગામની બળદેવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો આકાશ કોળી છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોલીસ ફરિયાદમાં આકાશે જણાવ્યું હતું કે, મારા ઘરે કલર કામ માટે આવેલા અકબર નામના વ્યક્તિને મે કહ્યું હતું કે, મારે લગ્ન કરવા છે, તો કોઇ છોકરી હોય તો બતાવજો, જેથી અકબરે રામપાલ રાજપૂત(રહે, ઇન્દિરાનગર, કરચિયા ગામ)નો સંપર્ક કરાવ્યો હતો, ત્યારબાદ રામપાલે અન્ય મણિલાલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવતા તેણે લગ્ન પેટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરતા મે ચુકવણી કરી હતી, ત્યારબાદ આણંદ ખાતે રહેતા પરેશ પંચાલને મળીને છોકરી જોવા માટે રાસ ગામમાં આવેલા એકલવ્ય એપાર્ટમેન્ટમાં ગયા હતા.

જ્યાં સોનલ નામની છોકરી તથા છોકરીના મામા તરીકે અરવિંદ સોલંકી સાથે મુલાકાત કરાવી હતી. છોકરી જોઇને લગ્ન નક્કી કર્યાં બાદ ફૂલ હારની વાતચીત કરીને અરવિંદે જણાવ્યું હતું કે સોનલના પિતાની જમીન ગીરવે છે, તે છોડાવવા માટે એક લાખ રૂપિયાની જરૂર છે, જે આપવાની હા પાડ્યા બાદ ગણતરીના દિવસોમાં ફુલહારની વિધિ પુરી કરી હતી. જેના બીજા દિવસે સોનલના મામા અરવિંદે ફોન કરીને તાત્કાલિક એક લાખ રૂપિયાની માંગ કરતા મે એક લાખની ચૂકવણી કરી હતી, જેનું કાચું લખાણ આપ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here