વડોદરા: દર્દીને ઓક્સિજન માસ્ક લગાવ્યો પણ સપ્લાય નહીં

0
17
Share
Share

વડોદરા, તા. ૩૦

એકબાજુ જ્યાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યાં હોસ્પિટલોની પણ ગંભીર બેદરકારી સામે આવી રહી છે જે ચિંતાનજક બાબત છે. વડોદરાની સયાજી હોસ્પિટલની આવી જ એક બેદરકારી સામે આવી છે. એવો આક્ષેપ છે કે આ બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલમાં બેદરકારીની ઘટના સામે આવી છે. કોરોનાની સારવાર લઈ રહેલા દંતેશ્વર વિસ્તારના એક વૃદ્ધનું બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો પુત્રનો આક્ષેપ છે. પુત્રના જણાવ્યાં મુજબ કોરોના વોર્ડમાં દર્દીઓની તકલીફ કોઈ સાંભળતું નથી.

પુત્રએ આ સાથે હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો. એવું કહેવાય છે કે વૃદ્ધને ઓક્સિજન માસ્ક તો પહેરાવી દીધો પણ અંદરથી ઓક્સિજન આવતો જ નહતો જેના કારણે વૃદ્ધનું મોત નિપજ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here