વડોદરા: ટ્રાન્સપોર્ટરે પત્ર લખી કર્યો આપઘાત, કહ્યું-મારામાં લોકોનું પ્રેશર સહન કરવાની તાકાત નથી

0
19
Share
Share

વડોદરા,તા.૨૯

વડોદરાના કારેલીબાગ વિસ્તારની આર્ય કન્યા વિદ્યાલય પાછળ આવેલી પારિજાતક સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ટ્રાન્સપોર્ટરે આપઘાત પૂર્વે મોટા પુત્ર ચૈતન્યના મોબાઇલ ઉપર મેસેજ કર્યો હતો. મેસેજમાં લખ્યું છે કે, મારો મોટો પુત્ર ચૈત્યન મને તારા ઉપર ગર્વ અનુભવું છું અને ભગવાનનો આભાર માનું છું. મારામાં હવે લોકોનું પ્રેશર સહન કરવાની તાકાત નથી. કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાછળ પારિજાતક સોસાયટીમાં રૂપેશભાઇ જગદીશભાઇ પટેલ(ઉં.૪૩) પરિવાર સાથે રહેતા હતા અને ઘરેથી જ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા.

તે સાથે તેઓ પિતા સાથે મળીને ક્વોરીનો પણ ધંધો કરતા હતા. મંગળવારે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેનાર રૂપેશભાઇએ આપઘાત કરતા પહેલા મોટા પુત્ર ચૈતન્યના મોબાઇલ ફોન ઉપર લાગણી સભર મેસેજ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મને મારા મોટા પુત્ર ચૈતન્ય ઉપર ગર્વ છે. હું ગર્વ અનુભવું છું. પરિવારે પણ ખુબ સપોર્ટ કર્યો છે. પરિવારના તમામ સભ્યોના વખાણ કર્યાં છે.

મારામાં હવે લોકોનું પ્રેશર સહન કરવાની તાકાત નથી. મે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યાં છે, પરંતુ, મને માત્રને માત્ર નિષ્ફળતા મળી છે. મને માફ કરી દેજો. મારા મનમાં ઘર કરી ગયેલા નકારાત્મક વિચારોનો સામનો કરી શક્યો નથી. આથી અંતિમ પગલું ભરું છું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here