વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં ૧૩૬૦ લોકોને કોરોના વેક્સિનથી રક્ષિત કરાયા

0
26
Share
Share

વડોદરા,તા.૨

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે રવિવારની રજા ભૂલી જઈને કોરોના રસીકરણ અને ભૂલકાઓને બાળ લકવાથી મુક્ત રાખતી રસીના બે ડોઝ પીવડાવવાની બેવડી જવાબદારી અદા કરી હતી. પોલિયો રસીકરણના પહેલા દિવસે ગયા વર્ષની સરખામણીમાં વધુ સારી કામગીરી થવાનો આનંદ વ્યક્ત કરતાં મુખ્ય વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે વડોદરા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ સહિત પોલીસ અને અન્ય વિભાગોના ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકવાનું શરૂ કર્યું, જેમાં ૧૨૩.૦૬ ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, ૧૧ કેન્દ્રો ખાતે ૧૧૦૦ લોકોને રસી મૂકવાના આયોજનની સામે ૧૩૬૦ લોકોએ રસી મૂકાવી હતી. વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોરના સરકારી દવાખાનામાં રસી લીધી હતી. પોલિયો રવિવારના ભાગરૂપે આજે ૦થી ૫ વર્ષની વય જૂથના ૧,૯૧,૯૦૪ બાળકોને પોલિયો અટકાવતી રસીના બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેની સામે ૧,૬૪,૯૯૨ બાળકોને રસી પીવડાવી ૮૬ ટકા કામગીરી સંપન્ન કરવામાં આવી છે. આ પૈકી બુથ પર ૧,૫૪,૧૫૭ અને અન્ય સ્થળોએ ૧૦,૮૩૫ બાળકોને રસી પીવડાવવામાં આવી હતી. જેમાં રસીના ૯૩૦૩ વાયલસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજી બે દિવસ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here