વડોદરા: ઘોર કરીયુગઃ સગા કાકાએ પોતાની ૧૬ વર્ષની ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ

0
12
Share
Share

વડોદરા,તા.૩૦

અમદાવાદના સોલા વિસ્તારમાં પિતા દ્વારા પોતાની ૫ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યાંનો બનાવ હજી લોકમાનસ પરથી ભૂસાયો નથી ત્યાં વધુ એક દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સગા કાકાએ જ પોતાની ૧૬ વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાના પિતા પોતાના જ સગાં ભાઈને દુષ્કર્મ આચરતાં જોઈ ગયા હતા. આ મામલે તેઓએ પોતાના ભાઈ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેનાં કારણે સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. સંયુક્ત કુટુંબમાં રહેતાં સગાં કાકા એ જ પોતાની સગીર વયની ભત્રીજી પર નજર બગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના પિતા સાથે રાત્રે સુઈ ગઈ હતી તે જ સમયે નરાધમ કાકાએ પોતાની જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પણ આ સમયે પિતાની આંખ ખૂલી જતાં તેઓએ પોતાના સગા ભાઈને જ પોતાની લાડકવાયીને પીંખતા જોઈ ગયા હતા. જે દ્રશ્યો જોઈ તેઓ પોતાની આંખ પર વિશ્વાસ કરી શક્યા ન હતા. જાણે કે, તેઓનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો આઘાત, આંચકો તેઓએ અનુભવ્યો હતો. પોતાનો જ ભાઈ આવું કૃત્ય કરી શકે તે માની જ શકાતું ન હતું.

ગત ૨૪-૦૬-૨૦૨૦ના રોજ આ બનાવ બન્યો હતો. જેના લીધે પોતાના જ ઘરના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આખરે સગીરાના પિતાએ પોતાના જ ભાઈ વિરુદ્ધ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદ નોંધાતાની જાણ થતાં નરાધમ કાકા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહત્વનુ છે કે પોતાની જ પુત્રી પર બળાત્કાર ગુજારનાર પિતાને હજુ સુધી સોલા પોલીસ પકડી શકી નથી. તેવામાં વધુ એક બનાવમાં ફરાર કાકાને સોલા પોલીસ શોધી શશે કે કેમ તે એક સવાલ છે. તો બીજી બાજુ ઘરની બહાર તો ઠીક પણ હવે તો ઘરમાં પણ દીકરી સલામત ન હોવાના દાખલા સામે આવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here