વડોદરા કોવિડ કેર સેન્ટરમાંથી સેન્ટ્રલ જેલનો કોરોનાગ્રસ્ત દર્દી ફરાર

0
22
Share
Share

વડોદરા,તા.૧૮

ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ કેદી ફરાર, ક્રાઇમ બ્રાંચે કેદીની શોધખોળ હાથ ધરી

અગાઉ પણ ૨ આરોપીઓ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ ચૂક્યા છે. હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં સેન્ટ્રલ જેલામાં સજા ભોગવી રહેલો કેદી વડોદરાના લાલબાગ અતિથિ ગૃહ કોવિડ કેર સેન્ટરમાંથી વહેલી સવારે ફરાર થઇ ગયો હતો. ફરાર થઇ ગયેલા કેદીને નડિયાદની કોર્ટે ૭ વર્ષની સજા ફટકારી હતી. સેન્ટ્રલ જેલમાં કોરોનાના કેસો આવતા લાલબાગ એતિથિ ગૃહ ખાતે ૮૦ બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશનો વતની દિનેશ ઉર્ફ છોટુ યાદવને હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં નડિયાદ કોર્ટે ૭ વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેણે માર્ચ-૨૦૨૦માં વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલમાં કોરોનાએ પગ પેસારો કરતા દિનેશ ઉર્ફ છોટુ યાદવ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો.

તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા લાલબાગ અતિથિ ગૃહ ખાતે કેદીઓ માટે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં પહેલા માળે દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો ભોગ બનતા કેદીઓ માટે લાલબાગ અતિથિ ગૃહ ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેદીઓ તકનો લાભ લઇને કોવિડ સેન્ટરમાંથી ફરાર ન થઇ જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં કેદી દિનેશ ઉર્ફ છોટુ યાદવ મળસ્કે ૪ વાગ્યાની આસપાસ કોવિડ કેર સેન્ટરની લોખંડની બારી તોડી પોતાના પલંગની ચાદર દ્વારા નીચે ઉતરી અંધકારમાં ફરાર થઇ ગયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here