વડોદરા કોરોના સામે લડવા સજ્જ, ૫ હજાર પૈકી ૭૦ ટકા બેડ હાલમાં ઉપલબ્ધ

0
19
Share
Share

વડોદરા,તા.૨૧
વડોદરા કોરોના સામે લડવા સજ્જ છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે, હાલમાં વડોદરામાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય તેવા બેડ્‌સ અને અદ્યતન વેન્ટિલેટર નોંધપાત્ર પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આગામી સપ્તાહોમાં કોવિડનો બીજો દૌર – સેકન્ડ વેવ આવે તો પણ આપણે અગ્રીમ આયોજન સાથે તૈયાર છે.
ડો.રાવે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે હાલમાં વડોદરામાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ અંદાજે ૫ હજાર જેટલાં બેડ પૈકી અંદાજે ૧૫૦૦ બેડ દર્દીઓથી રોકાયેલા છે જે કુલ સંખ્યાના ૩૦ ટકા જેટલા છે.
આમ,૭૦ ટકા બેડ હાલમાં ઉપલબ્ધ છે. ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, સહુના સહયોગ થી વડોદરાએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કોવિડના પ્રથમ વેવનું સફળ વ્યવસ્થાપન કર્યું છે. ૫૦૦ જેટલા અદ્યતન વેન્ટિલેટર પૈકી ૧૬૫ પર દર્દીઓની સારવાર થઈ રહી છે અને ૩૩૫ જેટલા ઉપલબ્ધ છે. આમ, લગભગ ૬૭ ટકા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here