વડોદરા: કોરોના કેસનો આંક ૧૩૫૯૭ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૨૦૮ અને કુલ ૧૧૭૫૯ રિકવર થયા

0
14
Share
Share

વડોદરા, તા.૧૭

૧૫૮ દર્દી ઓક્સિજન પર અને ૫૪ દર્દી વેન્ટિલેટર પર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૧૩૫૯૭ ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક ૨૦૮ થયો છે. વડોદરામાં ગત રોજ વધુ ૯૪ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧૭૫૯ કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૬૩૦ એક્ટિવ કેસ પૈકી ૧૫૮ દર્દી ઓક્સિજન પર અને ૫૪ દર્દી વેન્ટિલેટર પર છે અને ૧૪૧૮ દર્દીની હાલત સ્થિર છે.

શહેરઃ માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, હરણી, ઓપી રોડ, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા

ગ્રામ્યઃ કોયલી, શિનોર, પોર, ડભોઇ, ભાયલી, સયાજીપુરા, વાઘોડિયા, ઉંડેરા, પાદરા, કલાલી

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૩,૫૯૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૨૧૦૪, પશ્ચિમ ઝોનમાં ૨૨૩૫, ઉત્તર ઝોનમાં ૨૯૭૨, દક્ષિણ ઝોનમાં ૨૫૯૦, વડોદરા ગ્રામ્યમાં ૩૬૬૦ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here