વડોદરા: કરજણની ૧૦૪ પ્રાથમિક શાળાઓમાં અપાયા ચાઈનાના ટેબલેટ

0
15
Share
Share

બાળકો દેશભક્તિના પાઠ કેવી રીતે શીખશે?

વડોદરા,તા.૩૦

ભારત ચીન વચ્ચે તણાવની સ્થીતી છે અને ભારતના ૨૦ જવાનો સહીદ થયા હોવાથી ભારત ભરમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓ નો બહિષ્કાર કરવામાં આવ્યો છે ભારતીયોમાં રહેલા દેશ પ્રેમને લઈને ચાઇનીજ વસ્તુઓ વાપરવાનું બંધ કર્યું છે. તો ઘણા વેપારીઓ પણ ચાઇનીજ વસ્તુઓ વેચવાનું બંધ કર્યું છે. ત્યારે કરજણ તાલુકામાં આવેલી ૧૦૪ પ્રાથમીક શાળાઓમાં શિક્ષણ ખાતા તરફથી મેડઇન ચાઈનાના ટેબલેટો આપવમાં આવ્યા છે. જ્યારે બાળકો દેશનું ભવિષ્ય છે. ત્યારે પ્રાથમીક શાળાઓમાંથી દેશ ભક્તિના પાઠ ભણાવવાની જગ્યાએ મેડઇન ચાઈનાના ટેબલેટ આપવમાં આવતા બાળકો દેશભક્તિના પાઠ કેવી રીતે શીખશે? ચીનની હરકતથી ભારત દેશના ૨૦ જવાનો શહીદ થતા સમગ્ર ભારત દેશના દેશવાસીઓમાં ચીનની હરકતથી ગુસ્સો ફેલાયો છે અને ચાઇનીજ વસ્તુઓ વાપરવાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

તેમજ અમુક વેપારીઓ દ્વારા પણ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાનો સંકલ્પ કર્યો છે. જ્યારે ખુદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનીર્ભર થવાની વાત કરે છે. ત્યારે કરજણ તાલુકામાં આવેલ ૧૦૪ પ્રાથમીક શાળાઓમાં શિક્ષણ ખાતા તરફથી મેડઇન ચાઈનાના લેનોવોના ટેબલેટ આપવમાં આવ્યા છે. અને કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય છે. ત્યારે બાળકોને પ્રાથમીક શાળામાંથી દેશભક્તિના પાઠ ભણાવવામાં આવે છે ત્યારે આતો શાળાઓમાં જ મેડઇન ચાઈનાના ટેબલેટ આપવમાં આવ્યા છે. તો બાળકો દેશભક્તિના પાઠ કેવી રીતે શીખશે?

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here