વડોદરા: અમદાવાદ-ગોરખપુર ટ્રેનના ટાઇમ ટેબલમાં કરાયો બદલાવ

0
8
Share
Share

વડોદરા,તા.૩૦

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને લઇને અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેન નં-૦૯૦૮૯/૦૯૦૯૦ પહેલી જુલાઇથી અમદાવાદ-ગોરખપુર વિશેષ ટ્રેનના ટાઇમ ટેબલમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી સુરત થઈને દોડાવવામાં આવી રહી છે. પહેલી જુલાઇથી અમદાવાદથી ગોરખપુરની સ્પેશિયલ ટ્રેનના ટાઇમ ટેબલમાં બદલાવ

મંડળ રેલવે પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, ટ્રેન નં-૦૯૦૮૯ અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન પહેલી જુલાઈથી દરરોજ રાત્રે ૧૦ઃ૪૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૮ઃ૦૦ કલાકે ગોરખપુર પહોંચશે. પરત આવવા માટે ટ્રેન નં- ૦૯૦૯૦ ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દરરોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૬ઃ૩૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ વિશેષ ટ્રેનના બદલાયેલા સમય મુજબ બંને દિશામાં વડોદરા, સુરત, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરાજ છીવકી અને વારાણસી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સામાન્ય શ્રેણી (રિઝર્વ) કોચ હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here