વડોદરામાં ૮૯ વર્ષના ગાયનેકોલોજિસ્ટે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

0
24
Share
Share

૨૮ દિવસ બાદ બીજા ડોઝ માટે પણ હું ફીટ છુંઃ ડો. રોહિત ભટ્ટે

વડોદરા,તા.૨૧

વડોદરા શહેરના એલેમ્બિક રોડ પર આવેલી ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ૮૯ વર્ષના ડો. રોહિત ભટ્ટે આજના વેક્સિન અભિયાનમાં પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ૨૮ દિવસ બાદ બીજા ડોઝ માટે પણ હું ફીટ છું. આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર ડો. રોહિત ભટ્ટે જણાવ્યું હતું કે, મારી તબીબી કારકિર્દીમાં કોરોનાની મહામારી તબીબો માટે પણ પડકારરૂપ સાબિત થઈ છે.

કોરોના કાર્ડ દરમિયાન હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં મારા ગાયનેક વિભાગમાં એક મહિલાને સપ્ટેમ્બર માસમાં ડિલિવરી કરાવી હતી. મહિલા ડિલિવરી માટે આવી, ત્યારે એનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હતો. બાદમાં એનો ટેસ્ટ નેગેટીવ આવતા સીઝર કરીને ડિલિવરી કરવામાં આવી હતી. સદનસીબે ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળક કોરોના મુક્ત હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here