વડોદરામાં ૩ મહિલા સહિત વધુ ૧૦ દર્દીના મોત, જીએસએફસી કંપનીમાં વધુ ૩ કર્મી સંક્રમિત

0
26
Share
Share

વડોદરા,તા.૧૫

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે ૩ મહિલા સહિત વધુ ૧૦ દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા પાસે આવેલી જીએસએફસી કંપનીમાં વધુ ૩ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. જેમાં લોજીસ્ટિક ડિપાર્ટમેન્ટમાં ૫૭ વર્ષીય કર્મચારી, એનાલિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ૩૦ વર્ષીય કર્મચારી અને લેબ ડિપાર્ટમેન્ટમાં ૫૫ વર્ષીય કર્મચારી સંક્રમિત થયા છે. જીએસએફસી કંપનીમાં અત્યાર સુધીમાં ૧૩૮ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. વડોદરાના વોર્ડ નં-૫ના કોર્પોરેટર હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા છે,

તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માજી કોર્પરેટર ગિરીશ પારેખ અને ભાજપ શહેર મહામંત્રી અને માજી કોર્પરેટર સદાનંદ દેસાઈ પણ કોરોના સંક્રમિત થયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૯૭૯૩ ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક ૧૬૩ થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૮૨૬૭ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૩૬૩ એક્ટિવ કેસ પૈકી ૧૫૦ દર્દી ઓક્સિજન ઉપર અને ૫૭ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૧૫૬ દર્દીની હાલત સ્થિર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here