વડોદરામાં ૨ કોંગ્રેસનેતાઓએ ભીખ માંગી પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો નોંધાવ્યો વિરોધ

0
20
Share
Share

વડોદરા,તા.૨૪

પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવેલા ભાવ વધારાનો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટ દ્વારા વડોદરા શહેરના કાલાઘોડા પાસે પંચમુખી હનુમાન મંદિરની બહાર ભીખ માગીને મોંઘવારીના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત મોંઘવારીન વિરોધમાં ગીતો ગાઈને પેટ્રોલ અને ડીઝલના રહેલા ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો ભીખ માગીને વિરોધ કરી રહેલા બંને કોંગ્રેસ અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ અગ્રણીઓ કહે છે કે, કોરોનાની મહામારીમાં મોંઘવારીના માર સામે સરકારનો વિરોધ કરવા ભીખ માંગવા બેઠા છીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાના મહામારી અને બીજી તરફ પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે પ્રજા મોંઘવારીથી પીસાઇ રહી છે. જેથી અમે લોકોએ હનુમાનજીના દર્શન કરીને તેમની પાસેથી શક્તિ મેળવીને સરકારનો વિરોધ કરવા માટે ભીખ માંગવા બેઠા છીએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here