વડોદરામાં ૧૮ સપ્ટેમ્બરથી દુકાનની બહાર કચરો દેખાશે તો વેપારીઓને દંડ ફટકારશે

0
21
Share
Share

વડોદરા,તા.૧૫

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. નવી દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે, ૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે. ત્યારે વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ બાદ ૧૮ સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સેવાસદન હવે દુકાનની બહાર કચરો દેખાશે તો વેપારીઓને દંડ ફટકારશે. તમને જણાવી દઇએ કે આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરશે.

આગામી ૧૭મી તારીખે સમગ્ર દેશ વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની ઉજવણી કરશે. મોદીજીનું નામ આવે એટલે તરત ‘સ્વચ્છતા અભિયાન’ આંખો સામે આવે છે. હવે વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોદીજીના જન્મદિન અને સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત નવો નિર્ણય લીધો છે. આગામી ૧૮મી સપ્ટેમ્બરથી વડોદરાને વધુ સ્વચ્છ બનાવવાના પ્રયાસ રૂપે અને કોરોનાને કાબુમાં લેવાના ભાગરૂપે દુકાનની બહાર કચરો દેખાશે તો વેઓરીઓને ૨૦૦ રૂપિયાનો દંડ અને લારી બહાર કચરો દેખાય તો ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારશે.

આ દંડ અભિયાનનો હેતુ વેઓરીઓને દંડવાને બદલે જાગૃત રાખવાનો હોવાનું વડોદરાનાં મેયર જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ વેપારીઓ પણ માની રહ્યા છે કે દંડની કાર્યવાહી થવી જોઈએ પરંતુ પહેલા સેવાસદને કચરાપેટીની વ્યવસ્થા કરવી જોઈએ. તો વિપક્ષી નેતાએ તો સેવાસદનનાં દંડ અભિયાન મામલે આક્ષેપોની હારમાળા સર્જી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here